Sihor
30 ડિસેમ્બરે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે
શનિવારે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગિરીશભાઈ ગૌસ્વામી ઉપસ્થિત રહેશે, સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ ઉપસ્થિત રહેવા અનુરોધ
દેવરાજ બુધેલિયા
સિહોરના ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે 30 ડિસેમ્બર અને શનિવારના રોજ ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટર નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા દરેક મેમ્બરે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે, કાર્યક્રમમાં ડાયરેકટરશ્રી રિજયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના શ્રી ગિરીશભાઈ ગૌસ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં શનિવારે સિહોરના ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરનો સ્નેહ મિલન યોજાશે, નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે મળનાર આ સ્નેહમિલન કાર્યક્રમમાં બીઝનેસ ક્ષેત્રના અન્ય મહારથીઓ પણ ઉપસ્થિત રહેનાર છે 30 ડિસેમ્બર શનિવારે સાંજે 6/30 કલાકે મળનાર આ સ્નેહ મિલન કાર્યક્રમમાં દિપકભાઈ ધોળકિયા, નિખિલભાઈ દવે, મનુભાઈ ચાવડા, અશરફભાઈ ચૌહાણ, સુનિલભાઈ ગોરડીયા ઉપસ્થિત રહેશે, સાથે ગોરન ફાર્મા, હાઈટેક કાસ્ટિંગ, આર્યા ઇલેક્ટ્રોનિક, ૐ ઇન્વેસ્ટમેન્ટ, એકતા પાઇપ, શ્રી કૃષ્ણ, જવેલર્સ, ગણેશ ટ્રેંડર્સ, સીતારામ સ્ટીલ, શ્રી રામ ટેલી સર્વિસિઝ, શ્રીજી પ્રિયા, જયેન્દ્ર વાસણ, સહિત સમારોહના સૌજન્ય છે, કાર્યક્રમની સાથે દરેક વેપારી આમંત્રિત લોકોએ સમયસર ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે..