Sihor
મહિપરીએજ ની લાઈનમાં વારંવાર ભંગાણ – ભોગવે પ્રજા પીડા પાર વિના

Devraj
- સિહોરના માધવનગર અને ગૌતમેશ્વર નગરના રહીશો પાલિકાને ઘેરી – કાલ સવાર સુધી માં પાણી આપવાની હૈયાધારણા
સિહોર ના અલગ અલગ વિસ્તારોની અંદર વિસ્તારના લોકોને મહી પરીએજ નું પાણી નિયમિત ન મળતા લોકો નગરપાલિકાએ દોડી આવ્યા હતા. જેમાં સિહોરના ગોતમેશ્વર નગર માધવનગર બે ના વિસ્તારના લોકો દ્વારા આજરોજ છેલ્લા ૧૨ દિવસથી પીવાનું પાણી આવ્યું નથી તેવા કાળા કકળાટ સાથે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી હતી.
ચીફ ઓફિસર અને પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝર રહીમભાઈ દ્વારા હૈયા ધારણા આપવામાં આવી હતી કે હતો કે આવતીકાલે સવારે ૯ વાગે વિસ્તારમાં લોકોને પાણી મળી જશે પાણી થોડુંક અનિયમિત હોય અને મહી પરીએજ પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ થતું હોય જેના કારણે રીપેરીંગ કામ ચાલુ હોવાને કારણે અવારનવાર પાણી બાબતે થોડું વહેલા મોડું થાય છે પરંતુ આ વિસ્તારના લોકોને રજૂઆત સાંભળીને આવતીકાલે સવારે આ વિસ્તારના લોકોને પાણી દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.