Sihor
સિહોર નેસડા વાડીમાં ઝાડવે રમતા બે બાળકને વિજશોક લાગતા એક નું કરુણ મોત – એકને ભારે ઇજા
પવાર
મૂળ ભાવનગર ના વતની હાલ નેસડા ગામે ભાગીયા તરીકે એક વાડી વિસ્તારમાં કામ કરતા બશીરભાઈ અલારખભાઈ મકવાણા જેઓ પરિવાર સાથે છેલ્લા ૪ થી ૫ માસ થી ખેતી માટે ભાગીયા તરીકે આવેલ હતા. ત્યારે સમી સાંજે વાડી વિસ્તાર માં વીજ પુરવઠા ની હેવી ઇલેવન લાઈન પસાર થાય છે ત્યારે ત્યાં આ બન્ને સગીર ભાઈઓ આંબા ઉપર રમતા હતા ત્યારે (મૃતક) અનીશ બશીર ભાઈ મકવાણા ઉ.વ ૧૨ તેમજ જેઓ એ લાઈન ઉપર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં નીચે પટકાયો તેમજ નાના ભાઈ ફેઝલ મકવાણા ઉ.વ ૭ ને ઇજા થયેલ જે અંગે ખેતી કામ કરતા તેમના પિતાનું ધ્યાન જતા તાત્કાલિક અસરથી સિહોર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અનીશ નું કરુણ મોત નીપજ્યું હતું તેમજ ફેઝલ ઉ.વ ૭ ની સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. આ ઘટનાથી પંથમમાં ભારે અરેરાટી છવાઈ ગઈ હતી.