Sihor
શુક્રવારે સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભાદરવી અમાસનો ભવ્ય ભાતીગળ મેળો યોજાશે.
પવાર
નગરપાલિકા દ્વારા આવતીકાલે મેળાના સ્ટોલની હરરાજી કરશે, સવારે 10 વાગે સ્થળ પર હાજર રહેવા તંત્ર દ્વારા અનુરોધ
પ્રતિવર્ષ ની માફક આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં છોટેકાશી ની ઓળખ ધરાવતું અને પ્રખ્યાત નવનાથ મહાદેવ એવમ સ્વયંભુ શ્રીગૌતમેશ્વર મહાદેવ,પ્રગટેશ્વર મહાદેવ તથા પંચમુખા મહાદેવ જ્યાં બિરાજે છે તેવા સિહોર શહેર ખાતે ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે શુક્રવારે ભવ્ય લોકમેળો ભરાશે. જેમાં સિહોર અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં માંથી માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળાનો આનંદ માણશે. પ્રખ્યાત બ્રહ્મકુંડની સાથે એક ઈતિહાસ પણ જોડાયેલો છે જેમાં આ કુંડમાં ન્હાવાથી પાટણના પ્રસિધ્ધ મહારાજ સિદ્ધરાજ જયસિંહજી જ્યારે સિહોર આવ્યા ત્યારે તે સમયમાં તેઓ એ આ કુંડમાં સ્નાન કરતા તેમના શરીર પર જે ડાઘ હતા તે દૂર થઈ ગયા હતા.
હાલ ઓછા વરસાદ ના કારણે આ કુંડ ખાલી જ રહે છે પણ આજના દિવસે અને ભાદરવા માસની ઋષિપાંચમના દિવસે આ પવિત્ર સ્થળે માનવ મહેરામણ ઉમટી પડે છે.આ કુંડ પાસે નવનાથ મહાદેવ પૈકી નું કામનાથ મહાદેવ નું પણ મંદિર આવેલું છે. પુરાતન યુગમાં બનેલા આ કુંડને એક વખત જોવાનો એક લ્હાવો છે. ભૂતકાળમાં આ સ્થળ ઉપર સુપ્રસિદ્ધ સરસ્વતી ચંદ્ર નામની હિન્દી ફિલ્મના અમુક ભાગોનું ફિલ્માંકન પણ થયું હતું. આ લોકમેળાને લઈ સિહોર ખાતે બ્રહ્મકુંડ પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં આવતીકાલે ગુરુવારના રોજ સ્ટોલની હરરાજી થવાની હોઈ તો સવારે ૧૦. કલાકે સ્થળ ઉપર સ્ટોલ રાખનાર વેપારીઓએ ઉપસ્થિત રહેવા ચીફ ઓફિસર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.