Connect with us

Sihor

સિહોરના એલ.આઈ.સી કર્મચારીએ પોતાની પૌત્રીનો જન્મદિવસ આંગણવાડી ના બાળકો સાથે ઉજવ્યો – ભૂલકાઓ મોજમાં

Published

on

સિહોરના એલ.આઈ.સી કર્મચારીએ પોતાની પૌત્રીનો જન્મદિવસ આંગણવાડી ના બાળકો સાથે ઉજવ્યો – ભૂલકાઓ મોજમાં

હરિશ પવાર
આજકાલ જન્મદિવસની ઉજવણી કરવામાં હજારો રૂપિયા લોકો વાપરી નાખતા હોય છે ત્યારે હવે સામાજિક રીતે જરૂરિયાત મંદ ને મદદ કરી અને એમની સાથે જન્મદિવસ ની ઉજવણી કરવાનો ટ્રેન્ડ હવે ધીમે ધીમે લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોર એલ.આઈ.સી માં ફરજ બજાવતા કર્મચારી ભૂપતભાઈ પરમાર ની દિકરા ની દિકરી બંસીના જન્મદિવસ ની ઉજવણી રાજગોર શેરીમાં આવેલ આંગવાડી ખાતે નાના નાના ભૂલકાંઓ સાથે જન્મદિવસ ઉજવણી કરી ને અનોખી ઉજવણી થી ભૂલકાઓ ને મોજ કરાવી દીધી હતી. અહીં આંગણવાડી માં પૌત્રી બંસીના જન્મદિવસ ની કેક કાપી ને આંગણવાડી ના બાળકોને ભેટ સોગાદ આપી સરસ નાસ્તો કરાવી ને પૌત્રી બંસીના જન્મદિવસ ની યાદગાર ઉજવણી કરી હતી. સૌ ભૂલકાઓએ બંસીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ આંગણવાડીના સંચાલક કાજલબેન નો આભાર વ્યક્ત કર્યો હતો

error: Content is protected !!