Connect with us

Bhavnagar

સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા આયોજીત ભાવનગર વિઝન-2023 ને ભવ્ય સફળતા : કાર્યક્રમનું સમાપન

Published

on

સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા આયોજીત ભાવનગર વિઝન-2023 ને ભવ્ય સફળતા : કાર્યક્રમનું સમાપન

બ્રિજેશ ગોસ્વામી
સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા.22 થી 25 ડીસેમ્બર દરમિયાન વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવેલ. રંગારંગ સમાપન પ્રસંગે ભવ્ય આતશબાજી કરવામાં આવેલ. આ પ્રસંગે ભાવનગરનાં યુવરાજશ્રી જયવીરરાજસિંહજી, ઈઈંઈં વેસ્ટ ઝોનનાં પૂર્વ ચેરમેન પીયુષભાઈ તંબોલી તથા હાલના ચેરમેન હેમંતભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

આ ફેરનાં કારણે વેપાર-ઉદ્યોગ માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે અને ઘણી નવી તકો ઉભી થઈ છે. ટૂંકમાં ભાવનગરને ભાવનગરનો પરિચય મળ્યો. આ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોમાં અનેક આકર્ષણો હતા જે પૈકી શ્રી ઇશાન લંગાળીયાનાં વોટર ડ્રમરનો લોકોએ ખુબ જ લાભ લીધેલ આ ફેરમાં 4 દિવસ દરમિયાન અંદાજે 1,50,000 લોકોએ મુલાકાત લીધેલ આવો ભવ્ય પ્રતિસાદ મળવા બદલ આયોજકોએ ભાવનગરની જનતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!