Connect with us

Sihor

દેવામાં ડૂબેલી નગરપાલિકા સ્વચ્છતાના નામે ‘શૂન્ય’

Published

on

સિહોરના મુખ્ય બજાર જૂની નગરપાલિકા પાસે કચરા અને ગંદકીના ઢગલા, મુખ્ય રસ્તો કચરાની ડમ્પિંગ સાઇટ બની

રાહદારીઓ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર : પાલિકા તંત્રની સફાઇ કામગીરી સામે પ્રશ્ન, લોકો વેરા ભરે છે છતાંય સુવિધા મળતી નથી

હરીશ પવાર
સિહોરની મુખ્ય બજાર જૂની નગરપાલિકા આસપાસ કચરાના ઢગલાથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે. અસહ્ય દુર્ગંધના કારણે રાહદારીઓ પણ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા સફાઇની કામગીરીમાં કેટલી હદે વેઠ ઉતારવામાં આવી રહી છે તેનું આ સ્થળ એક ઉત્તમ ઉદાહરણ છે. લોકો પાસેથી સફાઇ સહિતના વેરા ઉઘારાવાય છે, ચૂંટણીઓમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે મત માંગવામાં આવે છે તો પછી આવું કેમ ? તે પ્રશ્ન ચર્ચાએ ચઢ્યો છે.અનેક રજુઆત છતાં કોઈ નક્કર પરિણામ આવ્‍યું નથી. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રોડ, પાણી ગટર, લાઈટ, સફાઈ સહિતની તમામ સુવિધાઓનું નામોનિશાન જ નથી.

શહેરનો હિસ્‍સો હોવા છતાં કોઈ અંતરિયાળ ગામડું હોય તેના કરતાંય બદતર હાલત છે. અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાય રહ્યા છે. જૂની નગરપાલિકા આસપાસ લોકોની અવર જવરથી ધમધમતો રહે છે. ત્યારે અહીં ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. આ ગંદકી કચરો ભારે દુર્ગંધ મારતો હોય સ્થાનિક રહીશામાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. નગરપાલિકા સફાઈ કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.  આમ છતાં નગરજનોની અવરજવરથી ધમધમતા જાહેર રસ્તાઓ પર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. અહીં નિયમિત સફાઈ કરવા લોક માંગણી ઉઠવા પામી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!