Sihor
સિહોર ગૌતમેશ્વર મહાદેવ ધામે યોજાયેલ લઘુરૂદ્ધ કાર્યક્રમમાં રાજુભાઇ રાણાની વિશેષ ઉપસ્થિતિ
પવાર
‘છોટે કાશી’ સિહોરમાં આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ ધાર્મિક કાર્યો થતા જ હોય છે, અને તેમાં પણ ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આખા સિહોરમાં ‘શિવમય’ માહોલ હોય છે, ત્યારે આજે સ્વયંભૂશ્રી ગોતમેશ્વર મહાદેવના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના પીઢ કાર્યકર્તા જનકભાઈ જે. મહેતા પરિવાર દ્વારા મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી સ્વરુપાનંદજીના આશીર્વાદ સાથે આ આયોજન સંપન્ન થયું, જેમાં શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે ભાવનગરના પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણાની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
તેમની સાથે તેમના પુત્ર સર્વદમનસિંહ રાણા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી એડવોકેટ કાંતિભાઈ ચૌહાણ, સહિત ભાવનગર, ગઢડા, બોટાદ, પાલીતાણા, વલભીપુર આમ તમામ પંથકના ભારતીય જનતા પાર્ટીના વિવિધ અગ્રણીઓ, સંઘના સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વયંભૂશ્રી ગોતમેશ્વર મહાદેવનું સાનિધ્ય અનેરૂ છે, અને તેમાં પણ આ સ્થાન પર કોઈ ધાર્મિક કાર્ય આરંભાય ત્યારે તેનો મહિમા ખૂબ મોટો બની જાય છે.
ત્યારે આજના આ પ્રસંગે જનકભાઈ મહેતા પરિવાર દ્વારા આયોજિત લઘુરુદ્ર મહાયજ્ઞનો મનોરથ અને પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિ તેમજ પૂજ્ય મહામંડલેશ્વર સ્વરૂપાનંદજીના આશીર્વાદ આ ત્રિવેણીથી સમગ્ર માહોલ ભાવપૂર્ણ બની ગયો હતો