Connect with us

Sihor

સિહોરમાં વર્ષોથી બંધ પડેલી દુકાનોની હરાજી કરી ભાડે આપવા લોક માંગણી

Published

on

People's demand to auction and rent shops that have been closed for years in Sihore

પવાર

લાખોના ખર્ચે નિર્માણ પામેલી દુકાનો ડમ્પિંગ સાઇટ બની ગઇ ; ધૂળ ખાતી દુકાનોના કારણે પાલિકાને ભાડાની લાખોની આવક ગુમાવવી પડે છે

વર્ષોથી સિહોર શહેરના વડલાચોક પોલીસ મથકની સામે આવેલી વર્ષોથી બંધ પડી રહેલી દુકાનોની હાલમાં હરાજી કરવામાં આવે તો દુકાનો લેવા પડાપડી થાય તેમ છે. ત્યારે નગરપાલિકાના તંત્ર દ્વારા વડલાચોક સહિતની બંધ દુકાનોની હરાજી કરવા નગરજનોમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

People's demand to auction and rent shops that have been closed for years in Sihore

વર્ષો અગાઉ સિહોર નગરપાલિકાના વહીવટીદારના શાસનમાં પાલિકામાં આવક ઉભી કરવાના આશયથી ઠેર – ઠેર દુકાનો બનાવવામાં આવી હતી. આ દુકાનો પૈકી શહેરના હાર્દસમા વડલાચોક પોલીસ મથક સામે આવેલ દુકાનો ભાડે આપવાથી નગરપાલિકાને લાખો રૂપિયાની આવક ઊભી થાય તેમ છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી દુકાનો ભાડે ન અપાતા આ દુકાનો ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ દુકાનો ભાડે ન આપતા નગરપાલિકાએ લાખો રૂપિયાની આવક ગુમાવી છે.

People's demand to auction and rent shops that have been closed for years in Sihore

પાલિકાના તંત્ર દ્વારા કયા કારણસર બંધ પડેલી દુકાનોને ભાડે આપવામાં આવતી નથી તેને લઈ જાગૃત પ્રજામાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે. પાલિકાના તંત્ર દ્વારા શહેરમાં બંધ પડેલી દુકાનોની હરાજીથી ભાડે વેચાણ આપવા કાર્યવાહી કરવા પ્રબળ લાગણી સાથે ગણગણાટ થઈ રહ્યો છે.

Advertisement
error: Content is protected !!