Sihor
સિહોર પોલીસ મથકે મધરાત્રીએ ડાયરો જામ્યો, માયાભાઈ આહીરે દુહા-છંદ લલકાર્યા

કુવાડિયા
ખાખી અને લોક સાહિત્યની ચા સાથે સુવાણ
પ્રસિદ્ધ લોકસાહિત્યકાર અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા માયાભાઇ આહિર અને એક કડક પોલીસ અધિકારી સાથે ખુબ જ વાચક સાથે ઓછા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે માણસ તરીકે ખુબજ લાગણીશીલ અને ભાવુક માણસ એવા પીઆઇ ભરવાડ ગઈકાલે મધરાત્રીએ સિહોર પોલીસ મથકના પટાંગણમાં મધરાત્રીએ સુવાણ કરવા ભેગા થયા. સુવાણ શબ્દ તળપદી શબ્દ છે.
આપણે ગુજરાતીઓમાં જેના પ્રત્યે ખુબ જ લાગણી અને ભાવ હોય તેવા વ્યક્તિને મળીએ, તેની સાથે વાતો કરીએ, હૈયુ ખોલીયે અને પેટ છુટી વાતો કરીએ તેવી જ મિત્રતા હોય અને તેમાં જે વાતો થતી હોય તેને સુવાણ કહેવાય. આવી સુવાણ માટે આજે માયાભાઇ આહિર અને પીઆઇ ભરવાડ સ્ટાફ ગઈકાલે મધરાત્રીએ યોગાનુયોગ ભેગા થઇ ગયા હતા સિહોરના જાંબાળા ગામે યોજાયેલ લોકડાયરા બાદ માયાભાઇ આહિરે પોલીસ મથકની મુલાકાત લીધી હતી પોલીસ મથકના પટાંગણમાં મધરાત્રે ડાયરો જામ્યો હતો મુલાકાત વેળાએ માયાભાઈ આહિરે સિંહપુર વાટીકાની મુલાકાત વેળાએ સ્તબ્ધ થયા હતા.
અને પીઆઇ ભરવાડની કામગીરીના બેમોઢે વખાણ કર્યા હતા મધરાત્રીએ ચા સાથે દુહા છંદની રમઝટ પણ બોલી હતી આ રીતે મધરાત્રીએ ખાખી અને લોક સાહિત્ય વચ્ચેની મુલાકાતમાં ચા સાથે સુવાણ થઈ અને યાદગાર તસ્વીર સ્વરૂપે ગ્રુપ ફોટોની ક્લિક પણ કેમેરામાં કંડારાઈ હતી