Palitana
પાલીતાણા શત્રુંજય અને સમેત શિખર મહાતીર્થની સુરક્ષાની માંગ સાથે દહેગામમાં પ્રચંડ વિરોધ

દેવરાજ
- જૈનોએ મહારેલી કાઢી, પવિત્રતા સાથે બાંધછોડ નહીં કરવા માંગ, સમેત શિખર ઈકો ટૂરિઝ્મ સ્પોટ નહીં, પણ ઈકો તીર્થ છે, શત્રુંજય તીર્થમાં અસામાજીક પ્રવૃત્તિઓ, માંસ-મટન, દારૂનું વેચાણ બંધ કરવા પગલા લેવાની માગણી
શાશ્વત શત્રુંજય તીર્થ પાલીતાણા અને સમેતશિખર મહાતીર્થની સુરક્ષા અને પવિત્રતા અકબંધ રાખવાની માગણી સાથે દહેગામમાં સમગ્ર જૈન સમાજ દ્વારા સામુહિક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દહેગામ તાલુકના સમગ્ર જૈન સમાજના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ રેલી દહેગામ શ્રી શત્રુજંય વિહાર દાદાવાડી ખાતે આવેલા જૈન દેરાસરથી શરૂ તઈને દહેગામ શહેરના રસ્તાઓ પરથી પસાર થઈ હતી. પાલીતાણામાં આવેલા શત્રુંજય તીર્થને નુકશાન પહોંચાડનારા અસામાજીક તત્વો પર કાર્યવાહી કરવા સમગ્ર ગુજરાતના જૈન સમુદાયના લોકો ઠેરઠેર આવેદન પત્ર આપી રહ્યા છે. તેમ જ અસામાજીક તત્વો આગામી સમયમાં તીર્થ સ્થાનને આવું કોઈપણ પ્રકારનું કૃત્ય કરીને તેની પવિત્રતાને ઠેસ ન પહોંચાડે તેની માગણી જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.
શત્રુંજય તીર્થમાં જૈન દેરાસરને નુકશાન પહોંચાડનારા અસામાજીક તત્વો સામે કરડક કારય્વાહીની માગણી સિવાય તીર્થ ક્ષેત્રને પર્યટન સ્થાન તરીકે વિકસિત કરવાની નીતિ અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જેવા દૂષણો સરકારના ધ્યાન પર લાવીને તેને બંધ કરાવવાની માગણી સાથે દહેગામમાં શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રેલી નીકળી હતી. આ રેલીમાં આઠ માસના બાળક સાથે જૈન શ્રદ્ધાળુ સામેલ થયા હતા. આ રેલીમાં દહેગામ શહેર અને આસપાસના ગામોના સમગ્ર જૈન સંઘ સામેલ થયા હતા. શત્રુંજય તીર્થ પર દારૂ, માંસ-મટનના વેચાણ અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિનો જૈનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તમામ ખાત્રીઓ છતાં આવી પ્રવૃત્તિઓ પવિત્ર તીર્થસ્થાનની આસપાસ બંધ થઈ રહી નથી. તેને કારણે સરકાર પાસે નક્કર પગલાંની આશા પણ જૈન સમુદાય દ્વારા રાખવામાં આવી છે. આ સિવાય ઝારખંડમાં આવેલા સમેત શિખરજી મહાતીર્થને ઈકો ટૂરિઝ્મ પર કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે રોક લગાવી છે. કેન્દ્ર સરકારે જૈન સમુદાયના બે અને સ્થાનિક જનજાતીય સમુદાયના એક સદસ્યને સામેલ કરીને એક સમિતિ બનાવી છે. આ સમિતિ સમેત શિખરજી મહાતીર્થની પવિત્રતાના સંરક્ષણ માટે વિચારણા કરશે.