Palitana
પાલીતાણા ખાતે શિવસેના સૌરાષ્ટ્ર ઝોનની અગત્યની બેઠક મળી, આગામી ચૂંટણી માટેની ચર્ચા વિચારણા

પવત
- શિવસેનાનાં સૌરાષ્ટ્ર જોનના સંગઠન પ્રમુખ તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ દ્વારા પાલીતાણા તથા ગારિયાધાર ખાતે બેઠક મળી
સિહોર સહિત નગરપાલિકાઓની આગામી ચૂંટણીને ધ્યાને રાખી શિવસેના સક્રિય થઇ છે ત્યારે સૌરાષ્ટ્ર જોનના સંગઠન પ્રમુખ રામભાઈ રાઠોડ, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ હુંબલ, જીવણભાઈ પરમાર અને રાજેશભાઈ ચૌહાણ દ્વારા પ્રથમ પાલીતાણા ખાતે કાળ ભૈરવ દાદાના દર્શન કરી પ.પુ શ્રી રમેશભાઈ શુક્લબાપુના આશીર્વાદ મેળવી પાલીતાણા ખાતે શિવસેનાની અગત્યની મીટીંગ બોલાવી ત્યાર બાદ ગારિયાધાર ખાતે પણ મીટીંગ યોજી આવનારા દિવસોમા આવતી નગરપાલીકાની.
ચૂંટણીને ધ્યાને રાખી સંગઠનનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે શિવસેના દ્વારા પોતાના પક્ષના ઉમેદવારોની પસંદગી કરીને આવનારી નગરપાલીકાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખીને લોકહીતમાં કામ કરવાની લોકોને ખાત્રી શિવસેના દ્વારા આપવામાં આવી રહી છે અને અત્યારથી જ પોતાની કામગીરી શરૂ કરીને શિવસેના. વિષે લોકોને માહિતીગાર કરવામાં આવી રહ્યાં છે.