Mahuva
મહુવા : કળસાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાનાં આસી મેનેજર અને સબ સ્ટાફ લાંચ લેવા જતા એસીબી ની ટ્રેપમાં ફસાયા
પવાર
લોન કળસાર ગામની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં જમા થયેલ જે લોન મંજૂર થયેલ તેના બદલામાં લાંચ માગી હતી
મહુવા તાલુકા કળસાર ગામે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાનાં આસિસ્ટન્ટ મેનેજર અને સબ સ્ટાફે લોન મંજૂર થયેલ તેના બદલામાં ૨૫,૦૦૦ લાંચ લેવા જતા એસીબી નાં છટકામાં ઝડપાઈ ગયા હતા આ બનાવ અંગે એસીબીએ બન્નેને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ફરીયાદીએ કમિશ્નર કુટીર અને ગ્રામ ઉધોગમાં વાજપાઇ બેંકે યોજના હેઠળ સ્વરોજગાર અંતર્ગત લોન મંજૂર કરાવેલ જે લોન કળસાર ગામ ની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં જમા થયેલ જે લોન મંજૂર થયેલ તેના બદલામાં રાહુલ કપૂરચંદ શર્મા , ઉ.વ. ૩૧ આસી મેનેજર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા કળસાર તા . મહુવાએ ૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ કરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા રાહુલ કપૂરચંદ શર્માના કહેવાથી બારૈયા મનોજભાઈ છગનભાઈ ( સબ સ્ટાફ઼ ) સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કળસાર એ કરીયાદી પાસેથી લાંચના નાણાં ૨૫,૦૦૦ સ્વિકારી એકબીજાને મધ્યારી કરી
ગુનો આચરેલ હોય તથા બંને સ્થળ પર પકડાઇ ગયેલ હોય એ.સી.બી. દ્વારા ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . આ કાર્યવાહીમાં ટ્રેપીંગ અધિકારી એમ.ડી.પટેલ , પોલીસ ઇન્સપેકટર , ભાવનગર એ.સી.બી. પો.સ્ટે . તથા ભાવનગર એ.સી.બી.સ્ટાફ સુપર વિઝન અધિકારી બી.એલ.દેસાઈ , ઈ.ચા.મદદનીશ નિયામક , એ.સી.બી. ભાવનગર એકમ ,ભાવનગર.જોડાયા હતા .