Connect with us

Botad

ગઢડા ; કમોસમી વરસાદે માત્ર ખેડૂતો જ નહિ, ઈંટો પકવતા વેપારીઓને પણ લાલ આસુંએ રડાવ્યા

Published

on

Garhda; Unseasonal rains have left not only the farmers, but also the brick-baking traders crying red.

વિશેષ રઘુવીર મકવાણા

ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે કુંભારની પણ હાલત બની વિકટ ; સરકાર પાસે સહાયની માગ કરી

ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદ થી ઈંટોના ભઠ્ઠા પર વ્યાપક નુકસાન થયું છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદ થી ગઢડા, ઉગામેડી, વનાળી, નિંગાળા, જલાલપુર, ચિરોડા, ધુરુફણીયા સહિતના ગામોમાં ૧૦૦ જેટલા ઈંટોના ભઠ્ઠા આવેલા છે જેમાં ઉગામેડી ગામે એકજ ઈંટોના ભઠ્ઠા મા એક લાખ જેટલી કાચી ઈંટો પળલી ગઈ છે જેમાં અંદાજીત એક જ ભઠ્ઠા માં ત્રણ લાખ જેટલું નુકશાન થયું છે. ગઢડા તાલુકાના મોટાભાગના ઈંટોના ભઠ્ઠા મા કાચી ઈંટો પાણીમાં ઓગળી ગઈ છે અને ઈંટો પકવતા લોકોને લાખો રૂપિયા નુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે

Garhda; Unseasonal rains have left not only the farmers, but also the brick-baking traders crying red.

ત્યારે ઈંટો પકવતા લોકો હવે સરકાર પર મીટ માંડીને બેઠા છે. જો સરકાર દ્વારા કઈક મદદ કરે તો ઈંટોના વ્યવસાય કરતા લોકો ફરી પગભર થઈ શકે તેમ છે. ઈટોના ભઠ્ઠા માં અંદાજીત 10 થી 15 લાખનું રોકાણ કરેલું છે અને 25 જેટલા મજૂરો લેબર કામ કરી રહ્યા છે અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે અને હાલ અત્યારે એક લાખ જેટલી કાચી ઈંટો પલળી ગયેલ છે જેમાં અંદાજીત 3 લાખ જેટલું નુકશાન થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી ખેતીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે સાથે સાથે ઈંટોના ભઠ્ઠા મા પણ લાખો રૂપિયાનુ નુકસાન થવા પામ્યું છે.

અહિ છેલ્લા ત્રણ દિવસથી દરરોજ સાંજના સમયે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડે છે જેના કારણે ખેતીમાં તો વ્યાપક પ્રમાણમાં નુકસાની સામે આવી છે. સાથે ઈંટોના ભઠ્ઠા મા પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તાલુકાના ઉગામેડી, નિંગાળા, વનાળી, ચિરોડા, ધુરુફણીયા, જલાલપુર, માંડવધાર, ઝીંઝાવદર સહિતઆ વિસ્તારોમાં ૧૦૦ જેટલા ઈંટોના ભઠ્ઠા આવેલા છે અને લોકો ઈંટોના ધંધા સાથે સંકળાયેલા છે. જયારે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડતા મોટા ભાગના ઈંટોના ભઠ્ઠામાં કાચી ઈંટો પાણીમાં ઓગળી ગઈ છે.

Advertisement

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે એકજ ઈંટોના ભઠ્ઠા મા એક લાખ કાચી ઈંટો પાણીમાં પળલી ગઈ છે. જેમાં અંદાજીત ત્રણ લાખ જેટલું નુકશાન થયું છે. સરકાર સહાય આપેતો ઈંટો પકવતા લોકો ફરી વાર પગભર થઈ શકે તેમ છે. જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી ઈંટોના વ્યવસાય કરતા લોકો માંગ કરી રહ્યા છે

error: Content is protected !!