Connect with us

Food

શિયાળામાં શ્રેષ્ઠ છે  મેથીદાણાની ચટણી, બીમારીઓને કરશે દૂર.

Published

on

Fenugreek chutney is best in winter, it will cure diseases.

રસોઈમાં વઘાર કરવા માટે જીરું, રાઈ અને મેથીના દાણાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે મોટાભાગના લોકો રસોઈમાં રાઈ અને જીરાનો વઘાર કરતા હોય છે અને કેટલીક વસ્તુઓમાં જ રાઈના દાણાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, કઢી, સીતાફળ અને રીંગણનું શાક વગેરે.

મેથીના દાણા ભોજનનો સ્વાદ વધારવાની સાથે-સાથે સ્વાસ્થ્યપ્રદ પણ બનાવે છે. મેથીના દાણા વજન ઘટાડવામાં મદદ કરે છે અને સાથે-સાથે વાળના વિકાસમાં પણ મદદ કરે છે. જો તમે ચટણીના શોખીન હોવ તો, શિયાળામાં શરીરને ગરમાવો આપવા માટે કોથમીર-ફુદીનાની જગ્યાએ મેથીના દાણાની ચટણી પણ બનાવી શકો છો. મેથીની ચટણી પાચનશક્તિ સુધારવાની સાથે-સાથે સ્વાદમાં પણ અદભુત હોય છે. આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ મેથીના દાણાની રેસિપી.

મેથીના દાણામાંથી બનાવો ખાટી-મીઠી ચટણી

મેથીના દાણા સ્વાદમાં કડવા હોવાથી તેને સીધા ખાઈ શકાતા નથી. મેથીની ચટણી બનાવવા માટે તેમાં ગોળ અને ખાંડનો ઉપયોગ કરી શકાય છે.

જરૂરી સામગ્રી

Advertisement
  • અડધો કપ મેથીના દાણા
  • એક કપ ગોળ
  • 4 ચમચી સરસોનું તેલ
  • એક ચમચી વાટેલું આદુ
  • અડધો કપ કિશમિશ
  • અડધો કપ સંચળ
  • અડધો કપ લાલ મરચું પાવડર
  • પા ચમચી રાઈ
  • અડધી ચમચી જીરૂ
  • અડધી ચમચી વરિયાળી
  • એક કપ ખાંડ અને ગોળ
  • એક ચમચી આમચૂર પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • અડધી ચમચી લીંબુનો રસ
  • મીઠું, સ્વાદાનુસાર

Fenugreek chutney is best in winter, it will cure diseases.

ચટણી બનાવવાની રીત

  • સૌથી પહેલાં મેથીના દાણાને સરખી રીતે ધોઈ લો.
  • હવે એક મોટા વાસણમાં પાણી લો અને તેમાં મેથીને દાણા પલાળો. મેથીના દાણાને ઓછામાં ઓછા એક કલાક માટે પલાળી રાખો.
  • ગેસ પર બે ચમચી સરસોનું તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું, આદુ અને અડધી ચમચી વરિયાળી નાખો અને સાંતળો.
  • થોડી જ સેકન્ડ્સમાં અંદરથી સરસ સુગંધ આવવા લાગશે.
  • હવે આ મસાલામાં પલાળેલા મેથીના દાણા નાખો.
  • મેથીના દાણાને બરાબર સાંતળી લો.
  • લગભગ એક મિનિટ સુધી સતત મેથીના દાણાને સાંતળો.
  • ત્યારબાદ તેમાં લાલ મરચું, કાળામરી પાવડર, હળદર પાવડર, ગોળ અને એક કપ ખાંડ મિક્સ કરો.
  • ગોળ અને ખાંડ બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી તેને ચઢવો.
  • ત્યારબાદ આ ચટણીમાં આમચૂર પાવડર, સંચળ અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરો.
  • હવે વઘારિયામાં બે ચમચી તેલ ગરમ કરો અને તેમાં કિશમિસ સાંતળો.
  • હવે આ સાંતળેલી કિશમિશને ચટણી પર નાખો અને અંતે તેમાં લીંબુનો રસ નાખો.
  • લો તૈયાર છે તમારી મેથીના દાણાની ચટણી.

 

બાબતોનું ધ્યાન રાખો

  • મેથીના દાણામાં કડવાશ હોય છે. એટલે તમે ઈચ્છો તો તેને પીસીને પણ ચટણી બનાવી શકો છો.
  • ચટણીમાં મેથીના દાણાની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણકે દાણાની તાસિર ગરમ હોય છે, એવામાં જો તમે ચટણીમાં વધારે મેથી નાખશો તો તમને ઝાડા પણ થઈ શકે છે.

માત્ર ઠંડીના દિવસોમાં જ આ ચટણીનું સેવન કરવું જોઈએ.

વાનગીઓ સાથે માણો ચટણીનો સ્વાદ

  • આ ચટણી ખાટી-મીઠી હોય છે, એટલે તમે તેને સમોસા સાથે ખાઈ શકો છો.
  • જ્યારે પણ ઘરમાં કચોરી બને ત્યારે તેની સાથે પણ તમે સોસની જગ્યાએ આ ચટણીનો સ્વાદ માણી શકો છો.
  • આમ તો પરાઠા સાથે ચટણી ન મળે તો સ્વાદ અધૂરો રહી જાય. આ ચટણીને મૂળા અને મેથીના પરાઠા સાથે સર્વ કરો.

આશા છે કે, આ આર્ટિકલ તમને ચોક્કસથી ગમ્યો હશે. આ જ પ્રકારના વધુ આર્ટિકલ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને તમારાં મંતવ્યો અમને જણાવજો કમેન્ટ કરી. સાથે-સાથે આ આર્ટિકલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

 

Advertisement
error: Content is protected !!