Connect with us

Food

જીભને ચટકારો  આપે તેવું કાંદિવલી પશ્ચિમના આ મિસલનો સ્વાદ મિસ ન કરતાં!

Published

on

Don't miss the taste of this Kandivali west misal that tickles the tongue!

કાંદિવલી પશ્ચિમમાં સ્ટેશનની નજીકનો વિસ્તાર ખાણીપીણીની દૃષ્ટિએ ઘણો સમૃદ્ધ છે. પાણીપુરીથી છોલેપુરી અને સેન્ડવીચથી લઈને સૂપ અને જ્યુસ સુધી તમામ વિવિધ જાત-જાતની વાનગીઓ તમને અહીં મળી રહેશે, પરંતુ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમારે અચૂક એક વખત તો જવું જ જોઈએ.

જૈન સ્વીટ ઍન્ડ ભેળપૂરી હાઉસ

કાંદિવલી પશ્ચિમમાં બરાબર વચ્ચેથી સ્ટેશનની બહાર આવશો એટલે કે  જમણી બાજુએ તરત આ રેસ્ટોરાં કમ સ્નેક્સ હાઉસ તમને નજરે પડશે. ૫૦ વર્ષથી સ્વચ્છતા અને સ્વાદની દૃષ્ટિએ એ-વન, નાસ્તામાં તમે વિચાર્યા હશે તેના કરતાં ઘણા વધુ પકવાન તમને અહીં મળશે. જોકે, ત્યાના સમોસાના રસિયા માટે સરસ જગ્યા છે. વિશેષતા એ કે બહુ ચઢિયાતાં મસાલા નહીં છતાં ટેસ્ટમાં નો કોમ્પ્રોમાઇઝ. ઉપરાંત સેન્ડવીચ, છોલે ભતૂરેનો સ્વાદ પણ માણવા જેવો ખરો!

બેઠક

સ્ટેશનથી એસ. વી. રોડ પર આવી મલાડ તરફ થોડાક ડગલાં માંડશો એટલે બાટાના શોરૂમની પહેલાં જ બેઠકમુ રંગબેરંગી બોર્ડ દેખાશે. તે ચા રસિકો માટે આ જગ્યા મસ્ત અને મસ્ટ છે. છે મોર્ડન કેફેનો કોન્સેપ્ટ પણ બેઠક ગામડા જેવી આરામદાયક. ચાની ચૂસકી સાથે મિત્રો સાથે ગપસપ કરવા માટે પરફેક્ટ જગ્યા છે. નોર્મલ અદરક, ઇલાયચી અને મસાલા ચા સાથે ચોકલેટ, પાન, રોઝ જેવી થોડીક વિચિત્ર ભાસતી ફ્લેવર્ડ ચા પણ મળે છે. વિશેષતા એટલે કુલ્હડ. માટીના કુલ્હડમાં ગરમા-ગરમ ચા પીશો તો ટેસડો પડી જશે એ વાત નક્કી.

Advertisement

Don't miss the taste of this Kandivali west misal that tickles the tongue!

 ચાય સુટ્ટા બાર

ચા પીને બાટાના શોરૂમ વાળી ગલીમાં અંદર જઈને ૨૦-૨૫ ડગલાં ચાલશો, એટલે તમે પહોંચી જશો ચાય સુટ્ટા બાર. જોકે અહીં નામમાં જ સુટ્ટા અને બાર છે બાકી છે તો બેઠક જેવું જ. કૉલેજ નજીક આવેલું છે એટલે ફૂડના સ્વાદમાં તો સવાલ જ ઊભો થતો નથી. એમ તો ઘણી બધી આઇટમ્સ સરસ મળે છે, પરંતુ એક પૂછો તો એનો જવાબ છે બર્ગર. જાણીતા આઉટલેટના બર્ગર ભુલાવી દે એવું ટેસ્ટી. એમ તો એમાં પણ વેરાયટી ઘણી છે, પરંતુ રેગ્યુલર બર્ગરના સ્વાદની તોલે તો કદાચ જ કંઈ બીજું આવે.

મિસલ દરબાર

ચાય સુટ્ટા બારની બરાબર બાજુમાં આ મિસલનો દરબાર આવેલો છે.તે  મહારાષ્ટ્રના મિસલનો અસલ ચટકારો માણવો હોય તો આ વન ઑફ ધ બેસ્ટ જગ્યા છે. તમને ગમતા સ્વાદ મુજબ પુણેરી, નાશિક કે નાગપુર મિસલ મળશે. જો તીખુ-મસાલેદાર ન ખાતા હોવ તો ગ્રીન મિસલનો વિકલ્પ છે, પરંતુ વેરાયટી ટ્રાય કરવી હોય તો મિસલ થાળી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.

 

Advertisement

 

error: Content is protected !!