Connect with us

Mahuva

બાપા…સીતારામ… બગદાણામાં ગુંજયા ગગનભેદી નાદ…

Published

on

Father... Sitaram... Gaganbhedi Naad echoed in Bagdana...

ગુરુ આશ્રમ બગદાણા ખાતે હજારો ભાવિકોની ઉપસ્‍થિતિમાં ગુરુપૂર્ણિમાની ભવ્‍ય ઉજવણીઃ સૌરાષ્‍ટ્ર -ગુજરાત અને દેશભરના રાજ્‍યોમાંથી હજારો ભાવિકો બગદાણા ઉમટી પડ્યા

લાખો ભાવિક ભક્‍તજનોના હૃદયમાં દેવ કક્ષાએ બિરાજમાન બજરંગદાસ બાપાના ધામ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી ચાલી રહી છે. હજારો ભાવિકો સવારથી જ યાત્રાધામ બગદાણા ખાતે ઉમટી પડ્‍યા હતા. બાપા સીતારામ ના ગગન ભેદી નારાથી બગદાણા ગુંજી રહ્યું છે. ભાવનગર નજીકના સુપ્રસિદ્ધ પૂજ્‍ય બજરંગદાસ બાપાના બગદાણા ગુરૂઆશ્રમ ખાતે હજારો યાત્રાળુઓ,ભક્‍તજનોની ઉપસ્‍થિતિમાં મહિમા પૂર્ણ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે. ભાવનગર જીલ્લો સૌરાષ્‍ટ્ર અને સમગ્ર ગુજરાત ભરમાંથી અને દેશના અન્‍ય રાજ્‍યોમાંથી પણ ભાવિકો બગદાણા ઉમટી રહ્યા છે. બગદાણા ખાતે મોટા માનવ સમુદાયની વ્‍યવસ્‍થાને પહોંચી વળવા માટે અહીં ૩૦૦ ગામોના ૬૦૦૦ સ્‍વયં સેવક બહેનો,ભાઈઓ સેવા આપી રહ્યા છે.

Father... Sitaram... Gaganbhedi Naad echoed in Bagdana...

મહાપ્રસાદ માટે રસોડામાં ૧૦,૦૦૦ કિલો લાડવા તેમજ ૩૦૦૦ કિલો ગાંઠિયા, ૮૦૦૦ કિલો શાક, ૨૫૦૦ કિલોની દાળ, ૩૦૦૦ કિલો ભાત, અને રોટલી સહિતનો મહાપ્રસાદ આ મહોત્‍સવ માટે તૈયાર કરવામાં આવ્‍યો છે. ભોજન માટે દર વર્ષની જેમ નવા રસોડા ખાતે બહેનો જ્‍યારે ગોપાલગ્રામ ના રસોડા ખાતે ભાઈઓ ગુરુઆશ્રમની પરંપરા મુજબ એકી સાથે પંગતમાં બેસીને પ્રસાદ લઈ રહ્યા છે. ગુરુપૂર્ણિમાના દિવસે બગદાણા ધામ ખાતે નાના મોટા વાહનમાં સૌ ભાવિકો પહોંચતા હોય છે. જેના માટે બગદાણા પોલીસ સ્‍ટેશન તરફ વિશાળ ર્પાકિંગ તેમજ પૂર્વ તરફ પણ વિશાળ ર્પાકિંગ ઉભા કરવામાં આવ્‍યા છે. આ દિવસે અહીં ખાસ એસટી બસો દોડાવવામાં આવનાર છે. આ સિવાય અહીં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ, ફાયર ફાઈટર સ્‍ટેન્‍ડ બાય રહેશે. પીએચસી અને સીએચસી વિભાગ દ્વારા ખાસ -ાથમિક સારવાર માટે સેવાઓ ઉપલબ્‍ધ રહેશે. પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. અહીં બાપાના સ્‍વયંસેવકો આ દિવસે અલગ અલગ સમિતિઓમાં વિભાગોમાં સેવા બજાવશે. જે માટે દર્શન વિભાગ ચા પાણી વિભાગ, બંને રસોડા,ભોજનશાળા ર્પાકિંગ, સુરક્ષા સહિતની ડઝન બંધ સમિતિઓ બનાવવામાં આવી છે.

બગદાણા ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લાના અન્‍ય ગ્રામ્‍ય પંથકમાં પણ બાપા ની મઢુલી ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અને સમગ્ર ગોહિલવાડ પંથક બાપા સીતારામના ગગનભેદી નારાજ સાથે ગુંજી રહ્યો છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!