Connect with us

Mahuva

જેકીશ્રોફ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ તલગાજરડા આવી મોરારિબાપુના હસ્તે સ્વિકાર્યા એવોર્ડ – સન્માન

Published

on

Dignitaries from various fields including Jackie Shroff came to Talgajarda Ai Moraribapu to accept the award – Samman

કુવાડિયા

ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ કલાના સાધકોને એનાયત થયા એવોર્ડ

હનુમંત જન્મોત્સવ પ્રસંગે તલગાજરડા ખાતે શ્રી ચિત્રકૂટધામમાં વિવિધ કળાના સાધકોને સન્માન એનાયત કરાયા ત્યારે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારી દૃષ્ટિએ કોઈપણ કલાકાર એ માત્ર કળા નહિ તે વિદ્યાના સાધક છે. શ્રી મોરારિબાપુએ હનુમંત જન્મોત્સવ અને આ સન્માન ઉપક્રમ સ્વાંત સુખાય હેતુ હોવાનું જણાવી પોતે આવી રીતે અલગ અલગ વિદ્યાના સાધકોની વંદના કરી રહ્યા છે. શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારી દૃષ્ટિએ કોઈપણ કલાકાર એ માત્ર કળા નહિ તે વિદ્યાના સાધક છે.

Dignitaries from various fields including Jackie Shroff came to Talgajarda Ai Moraribapu to accept the award – Samman

શ્રી હનુમાનજીના વિવિધ ભૂમિકા સ્વરૂપોના ઉલ્લેખ સાથે મહાત્મ્ય વર્ણન કરી પોતે કોઈ ‘પદ’ નહિ, ‘પાદુકા’ના ઉપાસક હોવાનું જણાવ્યું અને દરેક કળા હનુમાનજીને સમર્પિત હોવાનો ભાવ જણાવ્યો. શ્રી ચિત્રકૂટધામમાં શ્રી હનુમાનજીની આરતી વંદના સાથે સુંદરકાંડ પાઠ યોજાયા હતા. આજના આ સન્માન સમારોહમાં શ્રી મોરારિબાપુના હસ્તે વિવિધ ક્ષેત્રના તેર કલાકાર મહાનુભાવોની સન્માન વંદના થઈ. અહી

Dignitaries from various fields including Jackie Shroff came to Talgajarda Ai Moraribapu to accept the award – Samman

૧. શ્રી.સંજય ઓઝા (અવિનાશ વ્યાસ સન્માન)

Advertisement

૨. શ્રી વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા સન્માન)

3.શ્રી અજીત ઠાકોર (વાચસ્પતિ સંસ્કૃત સન્માન)

૪. શ્રી નિરંજના વોરા (ભામતી સંસ્કૃત સન્માન )

૫. સ્વર્ગસ્થ શ્રી કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના સન્માન)

૬. શ્રી ચંપકભાઈ ગોડિયા (ભવાઈ નટરાજ સન્માન)

Advertisement

૭. શ્રી અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ નાટક નટરાજ સન્માન)

૮. શ્રી સુનીલ લહેરી (હિન્દી શ્રેણી નટરાજ સન્માન)

Dignitaries from various fields including Jackie Shroff came to Talgajarda Ai Moraribapu to accept the award – Samman

૯. શ્રી જેકી શ્રોફ (હિન્દી ચિત્રપટ નટરાજ સન્માન)

૧૦. વિદુષી શ્રી રમા વૈદ્યનાથન (ભરતનાટ્યમ નૃત્ય હનુમંત સન્માન)

૧૧. ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય હનુમંત સન્માન)

Advertisement

૧૨. શ્રી પંડિત રાહુલ શર્મા (સંતુર શાસ્ત્રીય વાદ્યસંગીત હનુમંત સન્માન) અને

૧૩. પંડિત શ્રી ઉદય ભવાલકર (શાસ્ત્રીય ગાયન હનુમંત સન્માન) સન્માનિત થયા.

આ સમારોહમાં વિદુષી શ્રી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. હનુમંત જન્મોત્સવ અને સંગીત તથા સમારોહમાં વિવિધ ક્ષેત્રના કલાકાર વિદ્વાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!