Mahuva
મોતનું મશીન ; મહુવાના ખેતરમાં મૂકેલા ઝટકા મશીનના કરંટથી 3 વિદ્યાર્થીઓના મોત
પવાર
વાડીમાં ખુલ્લા વીજ વાયરને અડતાં બાળકોને કરંટ લાગ્યો, ત્રણના મોત મહુવાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા, વાડીમાં ઝટકા મશીને લીધો 3 નો ભોગ, વીજ કરંટથી ૩ વિધાર્થીઓના મોતની પોલીસ કરી રહી છે તપાસ
હોળી – ધૂળેટીના પર્વ વખતે જિલ્લાના મહુવા પાસે આવેલ કાટીકડા ગામમાં માતમ છવાયો છે રંગોત્સવમાં ભંગ પાડતી ઘટના કાટીકડા ગામની વાડીમાં બની છે વાડીમાં ખેત ઉત્પાદ અને પાકને સાચવવા માટે મૂકવામાં આવેલું ઝટકા મશીન મોતનું મશીન સાબિત થયું છે કાટીકડા ગામની વાડીમાં આ ઝટકા મશીનના વીજ કરંટને કારણે 3 વિધાર્થીઓના રામ રમી ગયા છે. મામલાની જાણકારી મળ્યા બાદ મહુવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મૃતકોના મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા છે એક સાથે ત્રણ વિધાર્થીઓના મોતને કારણે કાટીકડા ગામમાં માતમ છવાયો છે અને અરેરાટી વ્યાપી ગઇ છે
આ ઘટનામાં કોની બેદરકારીએ 3 માસૂમના જીવ લીધા તેની તપાસ શરૂ કરવામાં આવી છે પ્રારંભિક તપાસમાં શાળાથી ઘરે જતી વખતે ત્રણેય વિધાર્થીઓને વાડીમાં રાખેલા ઝટકા મશીનનો કરંટ લાગ્યાનું અનુમાન છે મહુવા તાલુકાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વાડીના ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાળકોને શોર્ટ લાગ્યાની આજુબાજુના વાડીના લોકોને જાણ થતાં તાત્કાલિક દોડીને ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ ત્રણેય બાળકો મોતને ભેટી ચૂક્યા હતાં.સવારે સ્કૂલમાં ગયા બાદ ઘરે પરત જવા માટે બાળકો ખેતરમાં પહોંચ્યા ત્યારે વાડીની બાજુમાં રાખેલા વીજળીના ખુલ્લાં વાયરને અડી જતા એક પછી એક ત્રણેય બાળકોને કરંટ લાગ્યો હતો. તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.