Sihor
સમાધાન પાત્ર કેસોનો નિકાલ થશે ; સિહોરમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 13 મેંના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

પવાર
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદનાં આદેશથી કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સિહોર સહિત ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જુનિયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં આગામી ૧૩/૦૫/૨૦૨૩ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે.
દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ
આ અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ ટ્રાફીકને લગતા ઈ-મેમોને લગતા કેસો પણ પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ અદાલત યોજાય તે પહેલા પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે
ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન આ લોક અદાલતમાં
પી.જી.વી.સી.એલ., નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વિગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે. પક્ષકારોએ નેશનલ લોક અદાલત દ્રારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય, તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.