Sihor
૧૯૬૨ એનિમલ સારવાર ની સિહોરમાં પ્રશંસનીય કામગીરી – ટોડી ગામે ઘાયલ ગાયની સારવાર કરી

પવાર
સિહોર તાલુકાના ટોડી ગામે રાજપાલસિંહ ગોહિલની ગાયને ચરવા માટે મોકલેલ એ સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગાયને તીક્ષ્ણ ઘા મારીને પગને નુકશાન પહોંચાડેલ જેની જાણ ગામના સરપંચ ને કરતા તેમને મદદ માટે એમ.વી.ડી પ્રોજેક્ટ ની ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનને મદદ માટે બોલાવીને ગાયના પગની સઘન સારવાર કરી હતી.
સતત એક માસ સુધી ગાયની સેવા અને યોગ્ય સમયે સારવાર મળતા ગાય ફરી પોતાના પગ ઉપર ચાલતા ગામના સરપંચ અને માલિક દ્વારા એમ.વી.ડી ના ડો.રાહુલભાઈ રેવર અને લાલજીભાઈ ચાવડા તેમજ ટીમનો આભાર વ્યક્ત કરેલ.