Sihor
સિહોરના કરકોલિયા ગામે રામાપીરના મંદીરે શ્રાવણ માસ નિમિત્તે બીજની ઉજવણી કરવામાં આવી

પવાર
સિહોર તાલુકાના કરકોલિયા ગામ ખાતે દર માસ ની બીજ નું મહિમા ખુબ જ મહત્વ ની હોય છે ત્યારે માત્ર સિહોર પંથક માં નહિ પરંતુ દેશ દેશાવર માં હાજરા હજૂર શ્રી રામદેવપીર મહારાજ ની બીજ ના દર્શન મહત્વ ના હોય છે ત્યારે સિહોર તાલુકાના કરકોલિયા ગામ ખાતે આવેલ શ્રી રામદેવપીર મહારાજ ના શ્રાવણ માસની બીજ નિમિતે ભાવિક ભક્તો અને શ્રધ્ધાળુઓ બાપજીની મૂર્તિનાં દર્શન કરી ધન્યતા અનુભવેલ.
અહીં આવનાર દર્શનાર્થીઓ તેમજ ભાવિક ભક્તોજનો ને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમજ અન્ન ક્ષેત્ર પણ શરૂ છે. અહીંયા મહિલાઓ દ્વારા ભજન, કિર્તન દ્વારા બાપજીના ગુણગાન ગાવામાં આવે છે. અહીંનું રામા મંડળ ખુબ પ્રચલિત છે. વેશભૂષા દ્વારા રામદેવપીરનું આખ્યાન ખુબજ વખણાય છે.
આવનારા ભાદરવા માસ નિમિતે ત્રણ દિવસની ઉજવણી કરીને રામાપીરના જન્મ ઉત્સવ ઊજવવામાં આવે છે ત્યારે રામા મંડળના સેવક દ્વારા ભાવ ભીનું સૌ ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.