Connect with us

Sihor

સિહોર ; શંખનાદ અને યુવા યુગ પરિવર્તન સંસ્થાએ રાષ્ટ્રધ્વજના સન્માન જાળવવા શરૂ કર્યું મિશન તિરંગા

Published

on

Sihor; Sankhnad and Yuva Yuga Parivan Sansthan started the Mission Tricolor to maintain the honor of the national flag

બરફવાળા

બન્ને સંસ્થાએ લોકોને અનુરોધ કર્યો કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન જણવાય તે જરૂરી છે, શહેરના કોઈ પણ સ્થળે તિરંગાની ગરિમા જોખમાય તેમ લાગે તો અમારો સંપર્ક કરી શકો છો, બન્ને સંસ્થાએ ક્ષતિગ્રસ્ત તિરંગાને ભેગા કરીને તેને રાષ્ટ્રીય સન્માન અને રાષ્ટ્ર ધ્વજના વિસર્જન માટેની કામગીરી શરુ કરી

સિહોર સહિત સમગ્ર દેશમાં સ્વાત્રય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગત વર્ષથી હર ઘર તિરંગા અભિયાન હેઠળ લાખોની સંખ્યામાં ત્રિરંગો ફરકાવવામાં આવે છે પરંતુ ત્યારબાદ તિરંગાનું યોગ્ય સન્માન ન જળવાતું હોવાની ફરિયાદ વચ્ચે સિહોરની નામાંકિત સંસ્થા શંખનાદ અને યુવા યુગ પરિવર્તન એ રાષ્ટ્રધ્વજના સન્માન જાળવવા શરૂ કર્યું છે મિશન તિરંગા.

 

Sihor; Sankhnad and Yuva Yuga Parivan Sansthan started the Mission Tricolor to maintain the honor of the national flag

બન્ને સંસ્થાએ સયુક્તમાં લોકોને અનુરોધ કર્યો કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન જણવાય તે જરૂરી છે, શહેરના કોઈપણ સ્થળે તિરંગાની ગરિમા જોખમાય તેમ લાગે તો અમારો સંપર્ક કરી શકો છો તેમજ બન્ને સંસ્થાએ સયુક્તમાં ક્ષતિગ્રસ્ત તિરંગાને ભેગા કરીને તેને રાષ્ટ્રીય સન્માન અને રાષ્ટ્ર ધ્વજ ના વિસર્જન માટેની કામગીરી શરુ કરી છે. સિહોરમાં છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થતાં શહેરમાં હજારોની સંખ્યામાં લોકોના ઘર અને સંસ્થા પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યાં છે. જોકે, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી બાદ કેટલાક લોકો રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવતા નથી અને ધ્વજ ફાટી જાય કે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. બન્ને સંસ્થાના મિલન કુવાડીયા અને મલય રામાનુજ જણાવે છે કે લોકો દેશ ભક્તિના કારણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સન્માન આપે છે પરંતુ ત્યારબાદ કેટલીક જગ્યાએ રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થાય છે તેનો ખ્યાલ રાખતા નથી તેથી ધ્વજનું અપમાન થઈ રહ્યું છે તે થવું જોઈએ નહીં. ત્યારે ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજ ભેગા કરીને તેનું સન્માન કરી વિસર્જન કરવાનું અમે નક્કી કર્યું છે. ક્ષતિગ્રસ્ત રાષ્ટ્ર ધ્વજનું સન્માનપૂર્વક વિસર્જન કરવાના અભિયાનમાં જોડાઈ તે માટે અનુરોધ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!