Bhavnagar
યોગ ક્ષેત્રે વર્ષોથી અવ્વલ સ્થાન ધરાવતા ભાવનગરના યોગના ખેલાડીઓ – સિહોરના કિરણબા વાળા વર્ષોથી યોગ શેત્રે જોડાયેલા છે

- સિહોરના કિરણબા વાળાને રાજસ્થાનમાં સન્માનિત કરાયા, જિલ્લાનું ગૌરવ વધાર્યું, કિરણબા વર્ષોથી યોગના શેત્રોમાં જોડાયેલા છે
કુવાડિયા
કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે આગવી ઓળખ ધરાવતા ભાવનગર યોગ ક્ષેત્રે પણ દેશભરમાં અવ્વલ સ્થાન ધરાવે છે. જિલ્લાના અનેક આશાસ્પદ ખેલાડીઓે ફકત પ્રાદેશિક જ નહિ બલકે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે યોગ ક્ષેત્રે ભાવનગરનું નામ રોશન કરી રહ્યા છે. યોગના પ્રચાર અને પ્રસાર માટે વર્ષોથી સિહોરમાં ઘનિષ્ઠ પ્રયાસ કરી રહેલા કિરણબા વાલાને રાજસ્થાન ખાતે સન્માનિત કરાયા છે.
યોગ એ ઋુષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. સાચા અર્થમાં માનવી બનવાની કલા સમાન યોગને જયારે રમત-ગમતમાં સ્થાન મળ્યુ છે. ત્યારે તેને પામવા ખેલાડીઓ અનેક પધ્ધતિઓ અપનાવી રહ્યા છે. ભાવનગરના યોગના ખેલાડીઓમાં જે અદ્રભુત કલા અને કૌશલ્ય છે જે ખરેખર સરાહનીય છે.
યોગ એ એક પ્રાચીન ભારતીય પ્રણાલી છે જેમાં શારિરીક, માનસિક અને આધ્યાત્મિકતાનું મિશ્રણ છે.ભારત દેશ એ સમગ્ર વિશ્વને યોગની ભેટ આપી છે. શરીર અને આત્મના જોડાણનું પ્રતિક છે યોગ. આજે સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે યોગ કરવામાં આવે છે અને દિન-પ્રતિદિન તેની લોકપ્રિયતા પણ વધી રહી છે.
ત્યારે ભાવનગરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સરકારી આયુર્વેદ દવાખાનાના ડોક્ટર કિરણબા અભેસંગભાઈ વાળા એ યોગ ક્ષેત્રે વિશિષ્ટ કારકિર્દી હાસિલ કરી રાજસ્થાન ખાતે જુંજુનું જિલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપા કિસાન મોરસાના પ્રમુખ શ્રી ડોક્ટર સુમનબેન કુલહારી ગઢવાલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરી સિહોરનું ગૌરવ વધાર્યું છે