Bhavnagar
ભાવનગરના ડમીકાંડમાં સૌથી મોટો પર્દાફાશ: 36 સામે ગુનો: ચાર ઝડપાયા

કુવાડિયા
ભાવનગર પંથક ડમી કાંડનું એપિસેન્ટર, 11 વર્ષથી ધો.12 થી માંડી સરકારી ભરતી પરીક્ષામાં ચાલતું હતું કૌભાંડ: બે શિક્ષકના લેપટોપમાંથી રેકર્ડ સાથે ચેડા પકડાયા: યુવરાજસિંહ જાડેજાના આક્ષેપો બાદ રાજ્ય સરકાર-પોલીસ સફાળી જાગી: ખળભળાટ
થોડા દિવસ પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાં ડમી કાંડ વિશે કરેલા આક્ષેપને લઈ રાજ્ય સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યુવરાજસિંહ દ્વારા પાંચ એપ્રિલના રોજ ચાર જેટલા ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હવે ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર પોલીસ દ્વારા તપાસ દરમિયાન 36 જેટલા ડમી ઉમેદવારી કરી ચૂકેલા અને આ કામમાં એક યા બીજી રીતે સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી છે .અને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ડમી ઉમેદવારના માધ્યમથી કેટલાક લોકોએ નોકરી મેળવી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે આગામી દિવસોમાં તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતાઓ હાલ જોવાય રહી છે. થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ દરમિયાન ભાવનગરમાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસાડી આખું રેકેટ ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરતા 36 જેટલા લોકોને અત્યાર સુધીમાં સંડોવણી સામે આવતા ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે અને આગળની તપાસ હાથ ધરી છે.
11 વર્ષ કૌભાંડ
મળતી માહિતી મુજબ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહથી લઈ સરકારી ભરતી પરીક્ષાઓમાં ઉમેદવારોના પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલામાં 36 લોકો સામે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર રેકેટ છેલ્લા 11 વર્ષથી ચાલતું હતું 2012 થી લઈ 2023 સુધી ચલાવવામાં આવતું હતું. સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની પરીક્ષાઓમાં ઉમેદવારો ની હોલ ટિકિટ તથા આધાર કાર્ડ ઉપરના ફોટા સાથે છેડા કરી ડમી ઉમેદવાર બેસાડવા સહિતની બાબતે 36 આરોપીઓ વિરુદ્ધ ભાવનગરએલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. બી. એચ. ચીખલીયા એ ફરિયાદ નોંધાવી છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન અનેક એજન્ટો તેમજ અનેક લોકોના નામ ખૂલે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે તેમજ ડમી ઉમેદવારો મામલે લઈ વ્યવહારો પણ ખુલે તેવી શક્યતાઓ હાલ જોવાય રહી છે હાલ તો આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં આશા સમગ્ર કેસમાં મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવાય રહી છે.
મુખ્ય આરોપી
જેમાં મુખ્ય શરદ લાભશંકર પનોત દિહોરવાળો,પ્રકાશકુમાર ઉર્ફે પી કે કરશન વે પીપરલાવાળો અને બળદેવ રમેશ રાઠોડ તળાજાવાળો તેમજ ડમી ઉમેદવાર મિલન ઘુઘાભાઈ બારૈયા સરતાનપર વાળો ઝડપાઇ જતા અને પૂછતાછ કરતા અન્ય મળીને કુલ 36 નામો ખુલતા એલસીબીના ઇન્ચાર્જ સિંગરખીયાએ કુલ 36 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં શરદ કુમાર ભાનુશંકર પનોત, પ્રકાશકુમાર ઉર્ફે પીકે કરસન દવે, બળદેવ રમેશભાઈ રાઠોડ, મિલન ઘુઘાભાઈ બારૈયા,પ્રદીપકુમાર નંદલાલષ બારૈયા, શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર, મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિધાર્થી, કવિત એન રાવ, રાજપરા દિહોર તળાજાના વિધાર્થી, ભાવેશ રમેશભાઈ જેઠવા, જી એન દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ અમરેલીવાળો, રાજ ગીગાભાઈ ભાલીયા, હિતેશ બાબુભાઈ, હિતેશ બાબુભાઈનોડમી રાહુલ, પાર્થ ઈશ્વરભાઈ જાની, પાર્થ ઈશ્વર જાનીનો ડમી ઉમેદવાર, રમણીક મથુરામભાઈ જાની, ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે, મહેશ લાભશંકર લાધવા, અંકિત લકુમ, વિમલભાઈ બટુકભાઈ જાની, કૌશિક મહાશંકર જાની, જયદીપ બાબુ ભેડા, ભગીરથ અમૃત પંડ્યા, ભગીરથ અમૃત પંડ્યાનો ડમી ઉમેદવાર, નિલેશ ઘનશ્યામ જાની, નિલેશ ઘનશ્યામ જાનીનો ડમી ઉમેદવાર, જયદીપ ભદ્રેશ ધાંધલ્યા, અક્ષર રમેશ બારૈયા, સંજય હરજીભાઈ પંડ્યા, દિનેશ બટુકભાઈ પંડ્યા,ભદ્રેશ બટુકભાઈ પંડ્યા, અભિષેક પંડ્યા, કલ્પેશ પંડ્યા, ચંદુ પંડ્યા અને હિતેન હરિભાઈ બારૈયા સામે સરકારને નુકસાન પહોંચાડી આધારકાર્ડ અને હોલ ટિકિટ માં કોમ્પ્યુટર મારફત ફોટા બદલાવી ચેડા કર્યાં હોવાને પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ડમી કૌભાંડ સંદર્ભે ભાવનગર પોલીસે એક સાથે 36 ની સામે ફરિયાદ નોંધાવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ડમી ઉમેદવાર કાંડ મામલે તમામ ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલે તમામ ચાર આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલે તમામ ચાર આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.તો આ-જ કેસ મામલે પોલીસે વધુ વધુ કેટલાક લોકોને રાઉન્ડઅપ કર્યા હોવાની વિગતો મળી છે. ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શરદકુમાર પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ, પ્રદિપ બારૈયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ પર ડમી ઉમેદવારના નામે પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી હોવાનો આરોપ છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે ડમીકાંડમાં સંડોવાયેલા કુલ 36 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડમીકાંડની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારા ખૂલાસા સામે આવી રહ્યા છે. તપાસમાં ખૂલાસો થયો છે કે ડમીકાંડનું એપીસેન્ટર ભાવનગર છે. એવુ પણ મનાઈ રહ્યુ છે કે ‘ડમીકાંડ’ના માસ્ટર માઈન્ડે ભાવનગરમાંથી રાજ્યભરમાં કૌભાંડ આચર્યુ હતુ. અત્યાર સુધીમાં આ ‘ડમીકાંડ’માં પોલીસે 36 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે સૂત્રોનું માનીએ તો આંકડો 70ને પાર પહોંચી શકે છે. એટલુ જ નહીં ‘ડમીકાંડ’માં શૈક્ષણિક અને ભરતી બોર્ડની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. કારણ કે ડમીકાંડ સુઆયોજીત ષડયંત્ર વિના શક્ય નથી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 11 વર્ષથી વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડતા હતા
ચકચારી ડમી કાંડ ની તપાસમાં એટીએસ જોડાઈ
ભાવનગરના ચકચારી ડમી ઉમેદવાર કાંડ મામલે ઝપાયેલા 4 આરોપીના 7 દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસે આ આરોપીના 14 દિવસ ના રિમાન્ડ ની માંગણી કરી હતી પરંતુ કોટે જ્યારે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આ અંગે જીણવટ પરી તપાસ હાથ ધરી છે. આરોપીના રિમાન્ડ દરમિયાન આ ડમીકાંડમાં વધુ કેટલાક નામો પણ ખૂલે તેવી સંભાવના છે. દરમિયાન આ ચકચારી કૌભાંડ ની તપાસમાં એટીએસ પણ જોડાય છે. પોલીસે 36 વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ અને ચારને ઝડપી લીધા બાદ આ ચકચારી કૌભાંડમાં હજુ વધુ નામો ખુલે તેવી સંભાવના હોય આ કૌભાંડની તપાસમાં એટીએસ પણ જોતરાય છે. અને એટીએસની ટીમ ભાવનગર આવી પહોંચી છે. આ કોભાંડ બહાર આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે
ડમી પરીક્ષાર્થી બનતા મિલન બારૈયાના કાંડ સાંભળીને તમારુ લોહી ઉકળી જશે
ડમી કૌભાંડનો 36 માંથી એક આરોપી મિલન બારૈયા બીજાની પરીક્ષા આપવામાં માસ્ટર બની ગયો હતો… તેણે ડમી વિદ્યાર્થી તરીકે SSC-HSC બોર્ડની પરીક્ષાઓ પણ આપી છે
રાજ્યવ્યાપી ડમી કૌભાંડમાં 36 આરોપી સામે ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. ઉમેદવારોની હોલ ટિકીટ તથા આધારકાર્ડના ફોટાને લેપટોપથી ચેડા કરીને ડમી વ્યક્તિને પરીક્ષામાં બેસાડવામાં આવતા હતા. છેલ્લા 11 વર્ષથી પરીક્ષાઓમાં ડમી બેસાડતા હતા. રાજ્યભરમાંથી 36 જેટલા શખ્સો સામે ખુદ પોલીસ ફરિયાદી બની છે. ત્યારે ડમી કૌભાંડ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. ડમી કૌભાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધાનો આક્ષેપ ઉઠ્યો છે. આ વચ્ચે ડમી ઉમેદવારકાંડમાં ડમી પરીક્ષા આપતો આરોપી મિલન કેવી કેવી પરીક્ષાઓ આપી ચૂક્યો છે. 36 આરોપીઓ માનો એક આરોપી મિલન SSC-HSC બોર્ડની પરીક્ષાઓ પણ આપતો હતો. મિલન બારૈયાએ 7 ઉમેદવારો માટે ડમી તરીકે પરીક્ષા આપી હતી. ભાવનગરમાં ડમીકાંડના આરોપી મીલને એક શિક્ષકના પુત્ર માટે ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપી હતી. શિક્ષક પુત્ર માટે મિલન ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. મિલને એક શિક્ષકના પુત્ર માટે બોર્ડમાં ફિઝિક્સની પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં ભાવનગરની સ્વામી વિદ્યામંદિર સ્કૂલમાં મિલન ડમી તરીકે બેઠો હતો. આતો કઈં નહીં ડમી મિલેને HSC બોર્ડ આર્ટ્સની પીરક્ષામાં પણ બેઠો હતો. મિલને ભાવનગરની એમ. કે. જમોડ સ્કૂલમાં HSCનું અંગ્રેજીનું પેપર આપ્યું હતું.વર્ષ 2020માં ધો. 12 આર્ટસની અંગ્રેજીની પરીક્ષા ડમી તરીકે આપી હતી. મિલને 2022માં લેબ ટેકનિશિયનની પરીક્ષા આપી હતી.કવિત રાવલ માટે મિલને ડમી ઉમેદવાર તરીકે લેબ ટેકનિશિયની પરીક્ષા આપી હતી.2022માં લેવાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં પણ મિલન બેઠો હતો. તળાજાના પીપરલા ગામના ભાવેશ જેઠવા માટે મિલને પરીક્ષા આપી હતી.. આ સિવાય 2022ની વન રક્ષકની પરીક્ષામાં પણ મિલન ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો.દિહોરના એક ઉમેદવારના નામે મિલને ડમી તરીકે પરીક્ષા આપી હતી.ધારીની જી. એન. દામાણી સ્કૂલમાં પણ મિલન ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો.ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મિલન ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો.બગસરાની ઝવેરચંદ હાઈસ્કૂલમાં પણ ડમી ઉમેદવાર હતો મિલન.એક ડમી ઉમેદવારને એક પેપર આપવા માટે 25 હજાર રૂપિયા મળતા હતા. ભાવનગર, અમદાવાદ, અમરેલી જિલ્લામાં ડમી તરીકે બેસતો હતો મિલન.