Connect with us

Sihor

મુખ્યમંત્રી સુધી મામલો પોહચ્યો અને તંત્રને રેલો આવ્યો ; સિહોરના ટાણા ચોકડી આસપાસ બિસ્માર રોડનું કામ શરૂ

Published

on

The matter reached the Chief Minister and the system came to a standstill; Bismar road work started around Tana Chowkdi of Sihore

હરીશ પવાર

સતત ધમધમતા રોડ રસ્તાને રીપેરીંગ માટેની લાલીયાવાડી સામે અનેક લોકોની મુખ્યમંત્રી સુધી રજુઆત કરી અને જેનો પડઘો પડ્યો ; તંત્ર આજે કામ શરૂ કર્યું ; જવાબદાર રોડ વિભાગની બેદરકારી અને લાપરવાહીથી નાના-મોટા અકસ્માતો કાયમી બન્યા હતા જવે લોકોને રાહત થશે

The matter reached the Chief Minister and the system came to a standstill; Bismar road work started around Tana Chowkdi of Sihore

સિહોર બસ સ્ટેન્ડ અને ટાણા ચોકડી સુધીના સ્ટેટ હાઇવેની હાલત અતિ બદતર થવા પામી હતી અને આ કટકામાં છાશવારે નાના-મોટા અકસ્માતમાં રાહદારીઓ જીવ ગુમાવી રહ્યાં હતા તેમ છતાં જવાબદારોના પેટનું પાણી નહીં હલતા વ્યાપક રોષની લાગણી ફેલાવા પામી હતી જોકે રોડને લઈ અનેક લોકોએ રજુઆત કરી અને જેનો પડઘો પડ્યો છે તંત્રએ આજે રોડનું કામ શરૂ કર્યું છે

The matter reached the Chief Minister and the system came to a standstill; Bismar road work started around Tana Chowkdi of Sihore

ભાવનગર રાજકોટ સ્ટેટ હાઇવે ઉપર સિહોર બસ સ્ટેશનથી ટાણા ચોકડી તથા પેવનના પુલ સુધીમાં આ સ્ટેટ હાઇવે ઉપર મસમોટા તથા ઉંડા ખાડા ખડીયાઓ પડી ગયા હોય તેમ આ રોડની બંને સાઇડો પર મસમોટી મોટી કડોના કારણે ટુ વ્હીલરો જો ધ્યાન બેધ્યાન થઇ જાય અથવા સામેથી આવતા મોટા વાહનોની લાઇટોથી અંજાય જાય છે

The matter reached the Chief Minister and the system came to a standstill; Bismar road work started around Tana Chowkdi of Sihore

ત્યારે પોતાનું નાના ટુ વ્હીલનો કાબુ ગુમાવી બેસે અથવા સામેથી આવતા મોટા વાહનોથી બચવા જાય છે ત્યારે આવા ખાડા ખડીયામાં પોતાના ટુ વ્હીલનું આગળનું વ્હીલ જતાની સાથે જ પડી જતા હોય છે તથા તિરાડોમાં વ્હીલ આવી જતા હોવાથી પોતાનું ટુ વ્હીલ સ્લીપ થઇ જાય છે અને આગળ કે પાછળથી આવતા ભારે વાહનોનો ભોગ બની બેઠે છે. થોડા દિવસ પહેલા સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી પોહચ્યો હતો રાજકીય અગ્રણી હિતેશ મલુકા અને કિશોરસિંહ પરમારે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી અને જેના ભાગરૂપે તંત્રએ આજે કામ શરૂ કરતા લોકોને રાહત થઈ છે ઉલ્લેખનીય છે કે અગાઉ શંખનાદે પણ અનેક અહેવાલો પ્રસિધ્ધ કર્યા છે અને આખરે તંત્ર જાગ્યું છે રોડનું કામ શરૂ થતાં વાહન ચાલકોને રાહત થઈ છે.

Advertisement
error: Content is protected !!