Connect with us

Sihor

સિહોરના સોનગઢનાં માલવણ ગામની વાજડ સીમ વાડી માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

Published

on

A man was caught with a quantity of foreign liquor from Wajad Seem Wadi of Malwan village in Songadh, Sihore.

પવાર

સોનગઢ પોલીસે વિદેશી દારૂ મોબાઈલ મળી કુલ રૂપિયા ૩૭૩૨૦ નો મુદ્દા માલ કબજે લીધો

સિહોર નજીક આવેલ સોનગઢનાં માલવણ ગામની વાજડ સીમ તરીકે ઓળખાતી સરોડ ગામ તરફ જવાના રસ્તા પરની વાડીમાં થી સોનગઢ પોલીસે વિદેશી દારૂ ના જથ્થા સાથે વાડી માલિકને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

A man was caught with a quantity of foreign liquor from Wajad Seem Wadi of Malwan village in Songadh, Sihore.

 

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સોનગઢ પોલીસ મથકનાં સ્ટાફને મળેલી બાતમી નાં આઘારે માલવણ ગામની વાજડ સીમ તરીકે ઓળખાતી સરોડ ગામ તરફ જવાના રસ્તા પરની વાડીમાં દરોડો કરી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સોનગઢ પોલીસે સિહોરનાં માલવણનાં ક્રીપાલસિંહ ઉર્ફે મફતસિંહ રમજુભા ઉર્ફે ભનુભા ગોહિલ,ને વિદેશી દારૂની બોટલ નંગ-૪૬ કિ.રૂ. ૨૩,૯૨૦ તથા વ્હીસ્કીની બોટલ નંગ-૨૪ કિ.રૂ.૮,૪૦૦ તથા એક મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦ કુલ કિ.રૂ.૩૭, ૩૨૦ નો મુદ્દામાલ સાથે ઘરપકડ કરી દારૂ ક્યાંથી લાવ્યા અંગે પૂછપરછ કરતાં મહેદ્રસિંહ ઉર્ફે ભોલુભા ઉર્ફે લંગડી ગોહિલ પાસે થી દારૂ લવ્યાની કબુલાત કરતા બન્ને શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..

Advertisement
error: Content is protected !!