Connect with us

Botad

બોટાદમાં રાજયકક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણી થશે

Published

on

State level Republic Day will be celebrated in Botad

કુવાડિયા

  • બોટાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે થશે ધ્વજવંદન ; સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લામાં મંત્રીઓ અને જિલ્લા કલેકટર દ્વારા થશે ધ્વજવંદન

State level Republic Day will be celebrated in Botad
આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસતાક દિનની ઉજવણી રાજયભરમાં થઈ રહી છે, જેમાં રાજય કક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણી બોટાદમાં થનાર છે. જેમાં બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ધ્વજ વંદન કરાવશે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આગામી 26મી જાન્યુઆરીએ રાજયમાં પ્રજાસતાક દિનની ઉજવણી થનાર છે. આ વર્ષે રાજયકક્ષાનો પ્રજાસતાક દિન બોટાદ ખાતે ઉજવાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગવર્નર આચાર્ય દેવવ્રતજી ધ્વજવંદન કરાવશે.રાજકોટ ધ્વજવંદન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કરાવશે. જયારે જૂનાગઢમાં મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે, જામનગરમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે, ભાવનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે, અમરેલીમાં મંત્રી પરસોતમ સોલંકીના હસ્તે ધ્વજવંદન થશે. આ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટરોના હસ્તે ધ્વજવંદન થશે. ઉલ્લેખનીય છે કે આ વખતે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા કલેકટરો દ્વારા પ્રજાસતાક દિન પર્વે ધ્વજવંદન કરવામાં આવશે. પ્રજાસતાક દિન પર્વે ધ્વજવંદન ઉપરાંત મહાનુભાવોના પ્રવચન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થયા છે.

error: Content is protected !!