Connect with us

Palitana

પાલીતાણાનાં વધુ 15 આધારકાર્ડ સેન્ટરોમાં હાથ ધરાયુ સર્ચ ઓપરેશન

Published

on

Search operation conducted in 15 more Aadhaar card centers of Palitana

કુવાડિયા

  • જી.એસ.ટી.નાં રાજયવ્યાપી બોગસ રજીસ્ટ્રેશન કૌભાંડ અનુસંધાને, મોબાઈલ-લેપટોપ સહિતનાં ડીઝીટલ ડિવાઈસીસ જપ્ત કરાયા : ચકાસણી દરમ્યાન 470 રજીસ્ટ્રેશન ખોટી રીતે લીધાનો ઘટસ્ફોટ : હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત

સુરત ખાતેની કેટલી પેઢીઓમાં આધાર કાર્ડ મુજબ સરનામા, ભાવનગર, પાલીતાણા, અમરેલી, અમદાવાદ, આણંદ ખાતેના હોવાનું ધ્યાને આવેલ. જેમાંથી પાલીતાણા ખાતેના આધાર ધારકોની પુછપરછ દરમ્યાન જણાયેલ કે તેમના નામે જીએસટી રજીસ્ટ્રેશન તથા પાન નંબર મેળવવામાં આવેલ છે તેની જાણ સુધ્ધા તેઓને ન હતી. પુછપરછમાં જણાયેલ કે આધાર કાર્ડમાંના મોબાઇલ નંબરમા સુધારો કરી પાન નંબર તેમજ જીએસટી નંબર લેવાયેલ હોવાનું ધ્યાને આવેલ. આ વાત વાયુ વેગે પ્રસરતા તે વિસ્તારના ઘણા રહીશોએ સામે આવી જણાવેલ કે, સરકારી સહાયના નામે તેઓને પણ આધાર કેન્દ્ર ખાતે લઇ જવામાં આવેલ અને તેમના થમ્બ ઇમ્પ્રેશન લેવામાં આવેલ. આ વિગતો ધ્યાને લઇ વિભાગે તુરંત જ આધાર કેન્દ્ર પર તપાસની કાર્યવાહી હાથ ધરેલ.આ કાર્યવાહીમાં મોબાઇલ, લેપટોપ સહીતના ડીઝીટલ ડીવાઇસીસ જપ્ત ધરેલ, કરવામાં આવેલ, આ જપ્ત ડીવાઇસીસની ચકાસણીમાં જણાઇ આવેલ કે છેલ્લા 8 માસમાં 1500 થી વધુ આધાર કાર્ડમાં મોબાઇલ નંબરનો સુધારો કરવામાં આવેલ.

Search operation conducted in 15 more Aadhaar card centers of Palitana

આવા આધાર કાર્ડ તથા આવા મોબાઇલ નંબરના આધારે સીસ્ટમ આધારીત ચકાસણીમાં 470 જીએસટી રજીસ્ટ્રેશન મેળવવાનો ઘટસ્ફોટ થયેલ. જે પૈકી 118 જેટલા રજીસ્ટ્રેશન ગુજરાત રાજયના જણાઇ આવેલ તથા બાકીના રજીસ્ટ્રેશન અન્ય રાજયોમાંથી મેળવવામાં આવેલ છે. આમ, બોગસ જીએસટી નંબર મેળવવા માટે નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી વિભાગના ધ્યાને આવેલ છે. આધાર ધાર કાર્ડમાં સુધારેલ મોબાઇલ નંબર પરથી મળેલ 470 રજીસ્ટ્રેશનની વિગતો વધુ ચકાસણીમા બીજા 2700 થી વધુ ભારતભરમાં લેવાયેલ જીએસટી નંબરો મળી આવેલ. તે પૈકી ઘણા જીએસટી રજીસ્ટ્રેશન બોગસ હોવાની સંભાવના છે. તેમની ઉંડાણપૂવર્કની ચકાસણી ચાલુમાં છે. આધારકાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા પ્રકરણે કેટલાક શકમંદ વ્યકિતઓના નામ સપાટી પર આવેલ છે. પોલીસ વિભાગની મદદથી આવા શકમંદોને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ કૌભાંડ સબબ ભાવનગર ખાતે વિભાગ એફ્આઈઆર દાખલ કરેલ છે. અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!