Connect with us

Sihor

સિહોરના ધૂમડશાહ વિસ્તારમાં દીપડાએ ફરી દેખા દેતા ફફડાટ – લોકોને ફરી રાતભરના ઉજાગરા

Published

on

Leopard reappears flapping in Dhoomadshah area of Sihore - people exposed overnight again

દેવરાજ

ફરી દીપડાના આંટાફેરા ; ગઈકાલે ફરી દીપડો ધૂમડશાહ વિસ્તારમાં દેખાયો, દિપડાને ઝડપથી પકડવાની માંગણી

સિહોર પંથકમાં દીપડાએ છેલ્લા દિવસો થી ધામા નાખ્યા હોય તેમ સિહોર પંથકને ધમરોલી રહ્યો છે અને સિહોર પંથકનું જાણે કે પરિભ્રમણ હાથ ધર્યું હોય તેમ વારંવાર દીપડો માનવ વસ્તી નજીક પહોંચી જતા લોકોમાં ફાફડાટ ફેલાયો હતો તેવામાં ગઈકાલે રવિવારે સિહોરના ધૂમડશા વિસ્તારમાં ફરી દેખા દીધા છે.

Leopard reappears flapping in Dhoomadshah area of Sihore - people exposed overnight again

સિહોર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડો પરિભ્રમણ કરી રહ્યો છે છાશવારે માનવીની વસ્તી નજીક પહોંચી જાય ત્યારે લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે તેવામાં ગઈકાલે સિહોરના ધૂમડશાહ વિસ્તારમાં દીપડો જોવા મળતા આસપાસના વિસ્તારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી જ્યારે આ ઘટનાની જાણ થતા ની સાથે જ વન વિભાગ, સ્થળ પર દોડી ગયો હતો અને દીપડાને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી દિપડાના ભયથી રાત્રીના સમયે પોતાના વાડી ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે દિપડો પાંજરે પુરાય તેવી લોકોની માંગ પણ ઉઠી છે.

Advertisement
error: Content is protected !!