Palitana
જૈન તિર્થધામ પાલીતાણાનાં માલપરા નજીકના અઠ્ઠીદ્વીપમાં મોડી રાત્રી તસ્કરો ત્રાટક્યા

પવાર
- અજીતનાથ ભગવાન અને આદિનાથ હેલ્થ કેરના દેરાસરના ભંડારામાંથી માલ મત્તાની ચોરી
જૈન તિર્થભૂમી પાલીતાણાથી પાંચ કિમી દુર આવેલા માલપરા પાસે અઠ્ઠીઢીપ દેરાસરના ૧૭૦ દેરાસરો પૈકી અજીતનાથ ભગવાનના દેરાસરમાં નાસ્તિક તસ્કરો ત્રાટક્યા હતા. અને ભંડારો તોડી તેમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોરીના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્યારે દેરાસરના પરીસરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં બે શખ્સ કેદ થતા જોવા મળ્યા હતા. ઉક્ત ચોરીના બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જૈન તિર્થધામ પાલીતાણા પાંચ કિલો મીટર દુર આવેલા માલપરા ગામ નજીક અન્રી દ્વીપમાં ૧૭૦ નાના મોટા દેરાસરો આવેલા છે. ત્યા ગત મોડી રાત્રીના સુમારે અજીતનાથ ભગવાનના દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી દેરાસરના ભંડારાના તાળા તોડી તેમા દાનમાં આવેલ સોના ચાંદીના દાગીના અને રોકડ સહીતની માલ મત્તાની ચોરી કરી પલાયન થઈ હતા.
જ્યારે ત્યાથી થોડે દૂર આવેલા આદિનાથ હેલ્થ કેર સેન્ટરમાં નવનિર્મીત જૈન દેરાસરમાં પણ તસ્કરોએ કસબ અજમાવ્યો હતો. અને ભંડારાના તાળા તોડી દર દાગીનાની ચોરી કરી હતી. જૈન દેરાસરમાં વધુ એક ચોરીના બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. અને જૈન અગ્રણીઓ, ટ્રસ્ટીઓ દોડી આવ્યા હતા. બાદ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો સવારે જૈન દેરાસર પહોંચ્યો હતો. બાદ ફરી બપોરે તપાસ અર્થે જઈ દેરાસર પરીસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. ભગવાન અજીતનાથના જૈન દેરાસરના પરિસરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થતા જોવા મળ્યા હતા. વહેલી સવારે ચાર કલાકના અરસા દરમિયાન બે શખ્સો પ્રવેશ કરતા અને જતા જોવા મળી રહ્યા છે. પરંતુ બેથી વધુ લોકો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પુર્વે જ તળાજા તાલુકાના બોરડા ગામ નજીક આવેલ જૈન દેરાસરના તાળા તોડી રૂા. ૧.૦૨ લાખની માલ મત્તા ચોરી ગયાનો બનાવ તરોતાજા છે. ત્યા વધુ બે દેરાસરને તસ્કરોએ નિસાન બનાવ્યા છે. ઉક્ત ચોરીના બનાવને જૈન અગ્રણીઓએ સમર્થન આપ્યું હતુ. જો કે બનાવ સંદર્ભે હજુ કોઈ પોલીસ ફરીયાદ ન નોંધાવા પામી હોવાનું પાલીતાણા ટાઉન પોલીસ મથકથી જાણવા મળ્યું હતું.