Connect with us

Bhavnagar

લૂંટનો આરોપી ઝબ્બે

Published

on

Jabbe accused of robbery

દેવરાજ

ચારેક દિવસ પૂર્વે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવનાર ઝડપાયો, આજે ફરી ચીલઝડપ કરવાની ફિરાકમાં હતો

ભાવનગર શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફ્લોના માણસો દ્રારા શહેરના મહિલા કોલેજ પાસેથી ચિલ ઝડપ કરવાની ફિરાકમાં હતો તેને ઝડપી લેતા તેની પાસેથી ચીલઝડપ કરેલ ચેઈન સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, મહિલા કોલેજ સર્કલથી દિપક ચોક સર્કલ તરફ જવાનાં રસ્તા ઉપર નરેશ માધાભાઇ ચૌહાણ સફેદ કલરનો શર્ટ તથા ભુરા કલરનું લોઅર પહેરેલ ઉભો હતો, તેને તપાસ કરતા તેની પાસેથી સોનાનો ચેઇન મળી આવ્યો હતો, આ ચેઇન અંગે વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આજથી આશરે ચારેક દિવસ પહેલાં મોટરસાયકલ લઈ મહિલા કોલેજ પાસે આવેલ દેરાસર પાસે મુકીને દેરાસરથી સવારના દસેક વાગ્યાની આસપાસ ઘર તરફ જતાં એક બહેનની પાછળ-પાછળ જઇ મહિલાના ફલેટમાં લીફટ પાસે ઉભા હતાં.

Jabbe accused of robbery

ત્યારે મહિલાનાં ગળામાંથી સોનાનાં ચેઇનનાં બે જાટકા મારતાં ચેઇન તુટી જતાં દોડીને મોટર સાયકલ પાસે આવી મોટરસાયકલ લઇને ભાગી ગયેલ હોવાનું અને આજે પણ પોતે મહિલા કોલેજ પાસે સોનાનાં ચેઇનની ચીલઝડપ કરવા માટે આવેલ હોવાની કબુલાત આપી હતી, આ આધારે પોલીસે નરેશ માધાભાઇ ચૌહાણ ઉ.મ.30 રહે.પટેલનગર, મીલ્ટ્રી સોસાયટી વાળા પાસેથી ફેન્સી ડીઝાઇનનો 28 ઇંચ લંબાઇનો સોનાનો ચેઇન જેનું વજન- 31 ગ્રામ 410 મીલીગ્રામની કિ.રૂ.1,58,800 તથા કાળા કલરનું લાલ-સીલ્વરપટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન મોટર સાયકલ રજી.નંબર-GJ-04-CM 5285 કિ.રૂ.30,000 મળી કુલ રૂ.1,88,800નો મુદ્દામાલ ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!