Bhavnagar
ભાવનગર શહેર કોંગ્રેસ ના ભારત જોડી યાત્રાના સાથીઓ ને સન્માન પત્ર આપી સન્માનિત કરતા શક્તિસિંહ..
નફરત ના બાજાર માં મહોબ્બત ની દુકાન ની સફળ યાત્રા ના સાથી હોવાનું સૌને ગૌરવ..
દેવરાજ બુધેલીયા
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા યોજાયેલ સંવાદ કાર્યક્રમ માં શ્રી રાહુલ ગાંધીજી ની ભારત જોડો યાત્રા ( કાશ્મીર ) માં સામેલ થયેલ, લોકો નું શક્તિસિંહજી ગોહિલ ( પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ) – રાજ્યસભા સાંસદ દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવા માં આવ્યું હતું..કોંગ્રેસ નો સૌથી મોટો અને સફળ કાર્યક્રમ એટલે નિરાશા ના વાદળો માં ઘેરાયેલી કોંગ્રેસ ને આશાનું કિરણ દેખાડનાર રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા હતી,
જેમાં લાખ્ખો લોકો જોડાયા,બાળકો,મહિલાઓ,વિદ્યાર્થીઓ પણ “કદમ સે કદમ મિલાકે ચલે” જેના કારણે બે રાજ્યમાં સરકાર પણ બની..સૌથી મહત્વ આ યાત્રાનું એટલા માટે હતું કે આટલો મોટો પ્રવાસ પદયાત્રા ના માધ્યમથી ક્યારેય કોઈ પક્ષે કર્યો નથી, આટલા લોકો ક્યારેય જોડાયા નથી,ઇન્દિરા ગાંધી નો જુવાળ ફરી દેખાયો હતો.. એ પણ જ્યારે કોંગ્રેસ માં નિરાશા હતી,મોટા મોટા નેતાઓ પાર્ટી છોડવા લાગ્યા હતા,એવા સમયે કોંગ્રેસ માં પ્રાણ ફુંકનારી આ યાત્રા હતી.