Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લામાં 95 પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલી

Published

on

Internal transfer of 95 police personnel in Bhavnagar district

કુવાડિયા

જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મીની સાગમટે બદલીઓનો દોર, પોલીસ મથકોમાં ફરજ બજાવનારા કર્મીઓને આંતરિક તબદિલ કરાયા

Internal transfer of 95 police personnel in Bhavnagar district
ભાવનગર શહેર-જિલ્લામાં આવેલ જુદા જુદા પોલીસ મથકોના 95 જેટલા કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની જિલ્લા પોલીસ દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામા આવેલા જુદા-જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા 95 હથિયારધારી, બિનહથિયારધારી હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઇની આંતરિક બદલીના જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા આદેશો કરાતા પોલીસબેડામાં ચર્ચાઓનો દોર વહેતો થયો છે.

જિલ્લામાં કાર્યરત ભાવનગર શહેર, ગ્રામ્ય, મહિલા પોલીસ મથક, સાયબર સેલ, વરતેજ, સિહોર, સોનગઢ, પાલીતાણા, જેસર, ઉમરાળા, વલ્લભીપુર મળી જુદા-જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ સહિત 95 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના જિલ્લા પોલીસ અધિક્ષકે આદેશો કરી કર્મીઓને વહેલી તકે ચાર્જ સંભાળી લેવા તાકીદ કરાઇ છે.

ટ્રાન્સફરના હુકમોને પગલે તમામ પોલીસમથકોમા જે-તે સંવર્ગના સ્ટાફકર્મીઓ અન્યત્ર જતાં તેઓના સ્થાને નવા કર્મીઓ ફરજ સંભાળશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!