Connect with us

Sihor

નાણાં નહિ માનવતા મહાન : ગરીબોના બેલી ડો ધંધુકિયાને સિહોરના ખાંભા ગામે સન્માનિત કરાયા

Published

on

Humanity is great, not money: Dr Dhandukia, the baili of the poor, was honored at Khambha village in Sihore

બરફવાળા

છેલ્લા 50 વર્ષથી સેવા આપતા સિહોરના નામાંકિત તબીબ ડો.ધંધુકીયાને ખાંભા ગ્રામ પંચાયત દ્વારા તેમની ઉત્કૃષ્ટ સેવા ફુલહાર, હાર શાલ તથા મોમેન્ટો આપીને સન્માનિત કર્યા

સામાન્ય રીતે ડોકટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ વર્તમાનમાં મોટાભાગના ડોકટરો પ્રોફેશનલ થઈ ગયા છે.મોટી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ અને દેખાડો કરવાની હોડ વચ્ચે ક્યારેક તબીબો માનવીય અભિગમ પણ ભૂલી જતા હોય ત્યારે સિહોરના એક અલગારી તબીબે દર્દીની અને માનવ સેવાની અનોખી મિશાલ પેશ કરી છે. હાલના સમયમાં વધતી મોંઘવારી વચ્ચે સિહોરના ભીલવાડા નજીક આશરે ૫૦ જેટલા વર્ષો થી ડો. ધંધુકિયા રાહત દરે લોકોને દવા અને સારવાર આપવામાં આવી રહી છે. અહીં દર્દીઓના ચેકઅપ, દવા, ડ્રેસિંગ સહિતની સારવાર તદ્દન રાહતદરે પુરી પાડી પ્રજાને આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે. અહીં વર્ષોથી સારવાર લેનાર સિહોર અને આસપાસના પંથકના લોકો ડો. ધંધુકિયાને ઈશ્વરનું વરદાન જ માની રહ્યા છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓની તદ્દન નિસ્વાર્થ ભાવે કોઈપણ જાતના ભેદભાવ વિના સારવાર કરવામાં આવે છે. આજના આ મોંઘવારીના સમયમાં જ્યાં ખાનગી તબીબો અને મોટી હોસ્પિટલો દ્વારા આરોગ્યલક્ષી સારવાર ખૂબ જ મોંઘી થઈ છે ત્યારે ડો. ધંધુકિયા જેવા તબીબો સાચા અર્થમાં લોકોના તારણહાર બની રહ્યા છે.

Humanity is great, not money: Dr Dhandukia, the baili of the poor, was honored at Khambha village in Sihore

તેમની વર્ષોની અવિરત સેવાની નોંધ લઈ આજરોજ ખાંભા ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં તેમનું ફુલહાર, શાલ તથા મોમેન્ટો આપીને મહિલા સરપંચ શિલ્પાબેન મોરી, સભ્ય શ્રી મંજુબેન પરમાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગામ લોકો ના આદર અને માન સન્માન જોઈ આજરોજ ડો. ધંધુકિયા પણ લાગણીવશ થઈ ગયા હતા અને આ સન્માન કાર્યક્રમ માં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. આ તબક્કે ડો. ધંધુકિયા સાહેબ દ્વારા પોતાના બાળપણ થી લઈ એમ.બી.બી.એસ. ડોકટર બનવા સુધીના સંઘર્ષની પ્રેરણાદાયી વાત કરી હતી અને પોતે ગરીબી નજીક થી જોઈ હોવાના લીધે જ ગરીબો ની પીડા સમજતા હોય કારકિર્દી માં શરૂઆત થી જ વ્યક્તિગત સ્વાર્થના બદલે લોકહિત ને જ પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાવ્યું હતું અને સાથે સાથે સ્વ. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ની જન્મજયંતિ નિમિતે આયોજિત આ કાર્યક્રમ બદલ સમસ્ત ખાંભા ગ્રામ પંચાયત તથા ગ્રામજનો નો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
error: Content is protected !!