Sihor
કાલથી ત્રણ દિવસ જિલ્લા ભાજપ આયોજિત સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે જિલ્લાના વિવિધ તાલુકા અને શહેરની કારોબારી મળશે

Pvar
2024ની તૈયારીઓ શરૂ, આવતીકાલ તા ૧૯/૨૦/૨૧ ત્રણ દિવસ ભાજપના નેતાઓનો સિહોરમાં મેળાવડો જામશે, જિલ્લાના દરેક શહેર અને તાલુકા ભાજપની કારોબારી મળશે
ગુજરાતમાં સત્તાપક્ષથી લઈ વિપક્ષ હવે ચૂંટણી મોડમાં આવી ગયા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ આગામી ચૂંટણીઓને લઈ બેઠકો અને સભાઓનૌ દૌર શરૂ કરી દીધો છે. આગામી ચૂંટણીમાં ભાજપ ફરીવાર કેવી રીતે સત્તામાં આવી શકે તે અંગે બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે આવતીકાલ થી સિહોરમાં ભાજપના નેતાઓનો મેળાવડો જામશે. ભારતીય જનતા પક્ષ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ કારોબારી બેઠકો યોજાયા બાદ જિલ્લા તાલુકા અને શહેર બેઠકોના કાર્યક્રમો મુજબ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અલગ અલગ શહેર અને તાલુકાની કારોબારી બેઠક સિહોરના બંધન પાર્ટ ખાતે મળશે.
ધારાસભ્ય શંભુનાથબાપુ ટુંટિયાજી, રઘુભાઈ હૂંબલ, આરસી મકવાણા, બ્રિજરાજસિંહ ઝાલા, સીપી સરવૈયા, ભરતભાઇ મેર, રાજેશભાઇ ફાળકી સાથે પ્રદેશ અને જિલ્લા ભાજપ મોવડીઓની ઉપસ્થિતિમાં કારોબારી હોદ્દેદારો સાથે આવતીકાલ થી તા ૧૯, ૨૦ અને ૨૧ સતત ત્રણ દિવસ બેઠક યોજાશે. જિલ્લાના દરેક શહેર અને તાલુકાની કારોબારી બેઠકમાં હોદ્દેદારો પક્ષની કાર્યપ્રણાલી અને સંગઠન સાથે આગામી આયોજનો તેમજ અન્ય મુદ્દાઓ બાબત ચર્ચાઓ કરાશે, જેમાં જોડાવા શહેર તાલુકા જિલ્લા સંગઠનના સંબંધિત હોદ્દેદારોને અનુરોધ કરાયો છે.