Connect with us

Bhavnagar

લોકોની મદદ કરવી એ ભાવનગર અને ગુજરાતના લોકોનો સ્વભાવ છે : મંત્રી હર્ષ સંઘવી

Published

on

Helping people is the nature of people of Bhavnagar and Gujarat: Minister Harsh Sanghvi

પ્રેમભાઈ કંડોલિયા

ભાવનગરમાં રમતવીરોનું સન્માન કરતા ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, ‘ઓમ સેવા ધામ’ સંસ્થા આaયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ, સંસ્થાના વડીલો દ્વારા મંત્રીશ્રીનું સન્માન

ભાવનગરમાં આજે ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ‘ઓમ સેવા ધામ’ સંસ્થા આયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં રમતવીરોનું સન્માન કર્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં ‘ઓમ સેવા ધામ’ના વડીલો, રોટરી ક્લબ, સૌરાષ્ટ્ર ચેમ્બર સહિતની સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

Helping people is the nature of people of Bhavnagar and Gujarat: Minister Harsh Sanghvi

વિવિધ રમતોનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરનારાં રમતવીરોને સન્માનિત કરી મંત્રીશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ ભાવનગરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરી તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં 108 ભૂલકાંઓએ બાળકૃષ્ણની વેશભૂષા ધારણ કરી મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

Helping people is the nature of people of Bhavnagar and Gujarat: Minister Harsh Sanghvi

મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ‘ઓમ સેવા ધામ’ સંસ્થા નિ:સહાય વડીલોનું આશ્રયસ્થાન બની ખરેખર વંદનીય કાર્ય કરી રહી છે. ખર્ચની રકમ મળી જાય એટલે કોઇ સંસ્થા સફળ નથી થઇ જતી. સંસ્થાના સંચાલકોની વિચારસરણી, આસપાસના નાગરિકોનો સહયોગ અને અથાગ પરિશ્રમ બાદ જ સંસ્થા સફળ બની શકે છે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. લોકોને મદદ કરવી એ ભાવનગરનો અને આપણાં ગુજરાતનો સ્વભાવ છે.

Advertisement

Helping people is the nature of people of Bhavnagar and Gujarat: Minister Harsh Sanghvi

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સેજલબહેન પંડ્યા, મહામંડલેશ્વરશ્રી ગરીબરામબાપુ, આધ્યાત્મિક ગુરૂશ્રી શૈલેષદાદા પંડિત, સંસ્થા પ્રમુખશ્રી વિજય કંડોલિયા, પ્રેમ કંડોલિયા, રાજીવ પંડ્યા, ભરત મેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Continue Reading
Advertisement
error: Content is protected !!