Connect with us

Bhavnagar

ભાવનગરથી હરિદ્વાર માટે સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેન દોડશે

Published

on

A weekly express train will run from Bhavnagar to Haridwar

પવાર

ભાવનગરના માનનીયા સાંસદ ડો.ભારતીબેન ડી.શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 04 સપ્ટેમ્બર 2023થી દર સોમવારે ભાવનગર-હરિદ્વાર એકસપ્રેસ ટ્રેન ચલાવશે.હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપને માનનીયા સાંસદ ડો.ભારતીબેન ડી. શિયાલ દ્વારા ફલેગ ઓફ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેન 04-09-2023થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે પ્રાત: 03.45 કલાકે હરિદ્વાર પહોંચશે.

A weekly express train will run from Bhavnagar to Haridwar

તેવી જ રીતે હરિદ્વાર-ભાવનગર સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેન 6-9-2023થી દર બુધવારે પ્રાત: 4.55 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરૂવારે બપોરે 13.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, જંકશન, ધનેરા, મારવાડ જંકશન, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી જંકશન, જોધપુર, ડેગાના જંકશન, છોટી ખાટુ, ડીડવાના, લાડનું સુજાનગઢ, રતનગઢ જંકશન, ચૂરૂ જંકશન, સાદુલપુર જંકશન, હિસાર જંકશન, જાખલ જંકશન, સુનામ ઉધમ સિંહ વાલા, ધુરી જંકશન, પાટિયાલા, રાજપુરા જંકશન, અંબાલા કેન્ટ જંકશન, સહારનપુર જંકશન અને રૂડકી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.

Continue Reading
Advertisement
error: Content is protected !!