Bhavnagar
સોલાર પાવર પ્લાન્ટના ગોડાઉનમાં આગ

દેવરાજ
ગારીયાધારના મેસણકા ગામ પાસે આવેલા પ્લાન્ટમાં લાગેલી આગ કાબૂમાં ; ચાર તાલુકાના ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી
ગારીયાધાર પાસે આવેલા મેસણકા ગામના આવેલ સોલાર પાવર પ્લાન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ પર કાબુ મેળવવા માટે પાલીતાણા, સિહોર, અમરેલી, ગારીયાધારનાં ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર ગામના મેસણકા ખાતે આવેલા સોલાર પાવર પ્લાન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડ ને મળતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ પર કાબુ મેળવવા માટે પાલીતાણા, સિહોર, અમરેલી, ગારીયાધારનાં ફાયર ફાઇટરોની મદદ લઈ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.