Bhavnagar

સોલાર પાવર પ્લાન્ટના ગોડાઉનમાં આગ

Published

on

દેવરાજ

ગારીયાધારના મેસણકા ગામ પાસે આવેલા પ્લાન્ટમાં લાગેલી આગ કાબૂમાં ; ચાર તાલુકાના ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી

ગારીયાધાર પાસે આવેલા મેસણકા ગામના આવેલ સોલાર પાવર પ્લાન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ પર કાબુ મેળવવા માટે પાલીતાણા, સિહોર, અમરેલી, ગારીયાધારનાં ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો.

Fire in solar power plant godownઆ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર ગામના મેસણકા ખાતે આવેલા સોલાર પાવર પ્લાન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડ ને મળતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ પર કાબુ મેળવવા માટે પાલીતાણા, સિહોર, અમરેલી, ગારીયાધારનાં ફાયર ફાઇટરોની મદદ લઈ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Exit mobile version