Sihor
સિહોર ઘાંઘળી રોડ પર આગ નું છમકલું – ફાયર ટીમ ઘટના સ્થળે
પવાર
સિહોર ઘાંઘળી રોડ પર G.I.D.C.નં.2 પાસે કાંટાની વાડ માં અચાનક વિજ વાયર ના સોટસર્કિટ થી આગ લાગેલ સ્થાનિક લોકો દ્વારા સિહોર નગરપાલિકા ના ઇમરજન્સી કોલ કરતા આ અંગે ફાયર વિભાગના ધર્મેન્દ્ર ચાવડા ને જાણ કરતાં ફાયર સ્ટાફ ની આગેવાની સાથે કમાન્ડો સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને કોઈ મોટુ નુકશાન ન થાય તે પેલા આગ પર પાણી નો જબરજસ્ત છંટકાવ કરી આગ ને કાબુ મેળવી લીધેલ.
આ આગના બનાવમાં સદભાગ્યે કોઈ પણ જાત ની નુકશાની કે જાનહાની થયેલ નથી.