Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી, અસ્તિત્વ ટકાવી રાખવા સખ્ત મહેનત કરવાની કોંગી નેતાઓની કાર્યકરોને ટકોર

Published

on

executive-meeting-of-bhavnagar-district-congress-held-congolese-leaders-to-work-hard-to-survive

દેવરાજ

ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં શહેર-જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા કરાઈ હતી એક કોંગ્રેસી તરીકે અને એક પક્ષનું અસ્તિત્વ અકબંધ ટકાવી રાખવા આળસ ત્યજીને સખ્ત મહેનત કરવાનો સમય આવી ગયો છે

executive-meeting-of-bhavnagar-district-congress-held-congolese-leaders-to-work-hard-to-survive

જો આ તક જતી કરીશું તો કોઈ ભવિષ્ય નથી એવું આજરોજ ભાવનગર શહેરના સર્કિટહાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં ઉપસ્થિત અગ્રણી નેતાઓએ કાર્યકરોને સંબોધિને કહ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત નેતાઓ કાર્યકરોની બહોળી હાજરીમાં પક્ષના અસ્તિત્વનો યક્ષ પ્રશ્ન તોળાઈ રહ્યો છે જે ખરેખર ગંભીર બાબત હોવાનું નેતાઓએ કબુલ્યું છે.

executive-meeting-of-bhavnagar-district-congress-held-congolese-leaders-to-work-hard-to-survive

તાજેતરમાં ભાજપે જે પ્રકારે જીત મેળવી અને આપ એ કોંગ્રેસનું અસ્તિત્વ નાબૂદ કરવા પ્રયત્નો થઈ રહ્યાં હોવાનું પણ બેઠકમાં ચર્ચાયું હતું. કાર્યકરોએ આગામી ચૂંટણીમાં મત માટે નહીં પરંતુ લોક હિત માટે કાર્ય કરી પક્ષની સ્થિતિ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

Advertisement
error: Content is protected !!