Food
જાણો છો શું છે દહીં અને યોગર્ટના વચ્ચેનો અંતર? જાણીને થશે આશ્ચર્ય

આજકાલ ભારતમાં પણ યોગર્ટનું ચલણ બહું વધી રહ્યું છે, પરંતુ શું તમને ખબર છે કે, દહીં અને યોગર્ટ વચ્ચે શું અંતર છે?
આજકાલ ફિટ રહેવા માટે લોકો ગ્રીક યોગર્ટનું સેવન બહુ કરતા હોય છે. શું તમે ક્યારેય ટ્રાય કર્યું છે? તમે દહીં તો ખાધુ જ હશે અને નિયમિત ખાતા પણ હશો, પરંતુ ક્યારેય યોગર્ટ ખાધું? તો હવે સવાલ એ છે કે, આ બંનેમાં ફરક શું છે?વાસ્તવમાં મોટાભાગના લોકોને આ બાબતે ખબર નથી હોતી, અને આ જ કારણે ગૂગલ પર લોકો ‘Is curd same as yogurt?’ જેવા સવાલો પૂછે છે. તો ચાલો આજે અમે તમને જણાવી રહ્યા છીએ યોગર્ટ અને દહીં વચ્ચેનું અંતર.
શું દહીં અને યોગર્ટ એકજ છે?
જેનો જવાબ છે, ના. યોગર્ટ અને દહીં બંને અલગ-અલગ છે અને બંનેને બનાવવાની રીત પણ અલગ-અલગ છે. બંનેની ન્યૂટ્રિશન પ્રોફાઈલમાં પણ ફરક છે અને એટલે જ આજકાલ યોગર્ટનું ચલણ આટલું બધી વધી રહ્યું છે.
યોગર્ટ અને દહીં બનાવવાની રીતમાં અંતર
યોગર્ટ અને દહીં બંને ડેરી ઉત્પાદનો જ છે. દહીને દૂધમાં કોઈ એસિડિક સબ્સટેન્સ મિક્સ કરીને બનાવવામાં આવે છે. જેમ કે, લીંબુ કે વિનેગર અથવા પહેલાંથી બનાવેલ દહીં કે છાસ. તેને બનાવવાની પ્રોસએસમાં દહીંને ફાડવામાં આવે છે.
યોગર્ટ બનાવવાની પ્રક્રિયા બેક્ટેરિયલ ફર્મેટેશન પર આધારિત હોય છે. દૂધના બેક્ટેરિયલ ફર્મેટેશન બાદ જ યોગર્ટ બને છે. યોગર્ટ કલ્ચરમાં Lactobacillus bulgaricus જેવા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. એટલે યોગર્ટ અને દહીં બંનેના દેખાવ અને ટેક્સચર બંનેમાં અંતર હોય છે.
યોગર્ટમાં અલગ-અલગ ફ્લેવર હોય છે, જ્યારે દહીંમાં નથી હોતા
જે રીતે યોગર્ટને બનાવવામાં આવે છે તેમાં અલગ-અલગ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, મેંગો, સ્ટ્રોબેરી, બ્લૂબેરી, પીચ, કીવી, રેસ્પબેરી, વેનીલા, પેપરમિંટ વગેરે. તો દહીંમાં આ શક્ય નથી. સામાન્ય રીતે દહીંમાં નોર્મલ ફ્લેવર જ હોય છે. એટલે જ તેને ખાવાની રીત પણ અલગ હોય છે.
યોગર્ટ અને દહીંમાં અલગ-અલગ ન્યૂટ્રિશનલ તફાવતો છે
યોગર્ટમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ, વિટામિન-B12 જેવાં ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. આ સિવાય દહીંમાં કેલ્શિયમ, આયર્ન, ફૉસ્ફરસ, પોટેશિયમ અને વિટામિન-B6 જેવાં ન્યૂટ્રિએટ્સ હોય છે. આ બંનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવી શકે છે.
યોગર્ટને ન બનાવી શકાય ઘરે
યોગર્ટ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે, કારણકે તેને ઘરે બનાવવી સરળ નથી. તો જો દહીંની વાત કરવામાં આવે તો ઘરે પણ તેને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. યોગર્ટનો ફ્લેવર અને બીજી વસ્તુઓની વાત કરીએ તો તેને તમે ઘરે ન બનાવી શકો અને તેની ગણતરી પ્રોસેસ્ડ ફૂડ્સમાં કરવામાં આવે છે. યોગર્ટ હંમેશાં બંધ ડબ્બામાં જ મળે છે.દહીંને જમાવવાની રીત અલગ-અલગ હોય છે અને તમે મેળવળ વગર પણ ઘરે દહીં જમાવી શકો છો. તેને જમાવવાની રીત પર નિર્ભર કરે છે કે, તેની એન્ડ પ્રોડક્ટ શું છે.
બંનેની શરીર પર અલગ-અલગ અસર થાય છે
યોગર્ટની વાત કરીએ તો તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો દહીંની વાત કરવામાં આવે તો મગજ અને શરીરની સ્ફૂર્તી માટે તે બહુ સારું ગણાય છે અને સાથે-સાથે પાચનની સમસ્યા માટે પણ રામબાણ ઈલાજ ગણાય છે.
શું વજન ઘટાડવા યોગર્ટનો ઉપયોગ થાય છે?
તમે જોયું જ હશે કે, ફિટનેસ ફ્રીક લોકો દહીંની જગ્યાએ યોગર્ટનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તે વજન ઘટાડે છે કે મેટાબૉલિઝમ વધારે છે અવું કઈં નથી. આ પણ દહીંની જેમ જ પ્રોબાયોટિકની જેમજ કામ કરે છે.
દહીંના બ્યૂટી બેનિફિટ્સ
દહીંનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. તેને વાળમાં લગાવવાથી લઈને ઉબટન બનાવવા સુધી ઘણી DIY બ્યૂટી રૂટીનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તો હવે તમે સમજી જ ગયા હશો કે યોગર્ટ અને દહીંમાં શું અંતર છે. તમારા ડાયટમાં શાનો સમાવેશ કરવો એ તમારી જરૂરિયાત પર નિર્ભર કરે છે. જો તમને પ્રોબાયોટિક કે ડેરી પ્રોડક્ટ્સ સદતી ન હોય તો, આ બંને પચવામાં સમસ્યા આવી શકે છે. તમારા ડાયટમાં કોઈપણ નવી વસ્તુનો સમાવેશ કરતાં પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ.તમને શું વધારે ભાવે છે? યોગર્ટ કે પછી દહીં? તમારો જવાબ અમને જણાવજો કમેન્ટ બૉક્સમાં. જો તમને આ સ્ટોરી ગમી હોય તો તેને લાઈક અને શેર ચોક્કસથી કરજો અને આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.