Palitana
લડાયક યુવા નેતા જીગ્નેશ મેવાણીના બે દિવસના ભાવનગર જિલ્લાના પ્રવાસની રણનીતિ તૈયાર – જિલ્લો ધમરોળશે

કુવાડિયા
તા ૨૯ના પ્રથમ દિવસે સવારે પાલીતાણા ખાતે હાજરી આપશે, બપોરે ગારીયાધાર ખાતે જિલ્લાની તમામ નગરપાલિકાના સફાઈ કામદારોનું વિશાલ સંમેલન મળશે, સાંજે સિહોર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે, તા ૩૦ અને બીજા દિવસે ઉમરાળા અને ભાવનગરમાં કાર્યક્રમો, જીગ્નેશના આગમનની ઠેર ઠેર તૈયારીઓ શરૂ
વડગામ ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સુપ્રીમો લડાયક નેતા તરીકે જાણીતા જીગ્નેશ મેવાણી આવતી તા ૨૯/૩૦ બે દિવસ જિલ્લાના પ્રવાસે છે, બે દિવસના પ્રવાસ દરમિયાન જીગ્નેશના જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં કાર્યક્રમનો તખ્તો ઘડાયો છે, ખાસ કરી સફાઈ કામદારોના શોષણ મુદ્દે ગારીયાધાર ખાતે મળનારું વિશાલ સંમેલનમાં જીગ્નેશ ખાસ હાજરી આપવાના છે. સમગ્ર જિલ્લાની તમામ નગરપાલિકાઓના સફાઈ કામદારો વિવિધ પ્રશ્ને વિશાળ સંમેલન તા ૨૯ના રોજ ગારીયાધાર ખાતે મળનારું છે જીગ્નેશના બે દિવસના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસ ૨૯ના રોજ સવારે ૧૦ વાગ્યે પાલિતાણા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કેડર કેમ્પમાં હાજરી આપશે બપોરના ત્રણ વાગ્યે સફાઈ કામદારો ને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય તે અનુસંધાને નગરપાલિકાઓના સફાઈ કામદારોનું મહાસંમેલન ગારીયાધાર ખાતે મળનારું છે.
જેમાં હાજરી આપશે, સાંજે સાત કલાકે સિહોર ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાશે જેમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે તા ૩૦ બીજા દિવસે સવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારોના કેડર કેમ્પમાં ઉમરાળા ખાતે આખો દિવસ જિગ્નેશભાઈ મેવાણી હાજરી આપશે અને સાંજે સાત વાગ્યે ભાવનગર ખાતે સન્માન સમારંભમા યોજાશે, ખાસ તો જીગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યાં બાદ જ્યારે પહેલી વખત ભાવનગર જિલ્લામાં આવતા હોય ત્યારે તેમનાં સ્વાગત સન્માન માટે ઠેર ઠેર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ તડામાર તૈયારી કરી રહી છે, દલિત યુવા નેતાના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે