Connect with us

Bhavnagar

ભાવનગર ; તલાટીની પરીક્ષા માટે તંત્ર સ્ટેન્ડ ટુ : 3437 જગ્યાઓ સામે 8.64 લાખ ઉમેદવારો

Published

on

Bhavnagar; Tantra Stand Two for Talati Exam : 8.64 lakh candidates against 3437 posts

કુવાડિયા

રવિવારે ભાવનગર સહિત 30 જિલ્લાઓના 28814 કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા : ઉમેદવારો માટે એસ.ટી. બસ અને ટ્રેનોની વિશેષ વ્યવસ્થા : હેલ્પલાઇન શરૂ : ગેરરીતિ અંગે 100 નંબર પર ફરિયાદ નોંધાવી શકાશે

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7ને રવિવારે તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં 8,64,400 ઉમેદવારો બેસનાર છે. આ પરીક્ષા માટે 17.10 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તેમાંથી 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપેલ છે. આ પરીક્ષા અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજયમંત્રી મંડળની બેઠક બાદ મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજયના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી જે પૈકીના 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજયના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે. પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, ભુતકાળમાં રાજયના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરીક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઇ હતી.

Bhavnagar; Tantra Stand Two for Talati Exam : 8.64 lakh candidates against 3437 posts

આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેસળવી લીધી છે. જે મુજબ રાજયના કુલ રૂા. 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે. પ્રવકતામંત્રીએ તમામ ઉમેદવારોને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ ઉપરાંત ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા કે અન્ય કોઇ પ્રકારની ગેરરીતિની માહિતી હોય તો ઉમેદવારે હેલ્પલાઇન નંબર 8758804212, 8758804217 ઉપર અથવા જિલ્લા હેલ્પલાઇન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને અવશ્ય આપવી. આ ઉપરાંત ગેરરીતિ અંગે 100 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.

એસ.ટી. વિભાગ દ્વારા જિલ્લા મથકો પર કંટ્રોલ રૂમ ધમધમતા

Advertisement

એસ.ટી. વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષમાં બેસનારા ઉમેદવારો માટે આજથી રાજયમાં જિલ્લા મથકો પર કંટ્રોલ રૂમ ધમધમતા કરી દેવામાં આવેલ છે. જેના ફોન નંબર અને મોબાઇલ નંબર આ પ્રમાણે છે.

error: Content is protected !!