Connect with us

Bhavnagar

1998થી ભાજપના દરેક મુખ્યમંત્રીની સરકારમાં મંત્રી રહેવાનો ભાઈનો રેકોર્ડ

Published

on

Bhai's record of being a minister in the government of every BJP Chief Minister since 1998

કુવાડિયા

કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન, વિજય રૂપાણી અને હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં ભાઈ બન્યા મંત્રી, સૌથી લાંબો સમય સુધી મંત્રી પદે રહેવાનો રેકોર્ડ પણ પરસોતમભાઈના નામે !

પોતાના અલગ મિજાજ અને ઓળખ માટે જાણીતા પરસોતમ સોલંકીએ આ વખતે ચૂંટણી જીતવામાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ લીડ મેળવી રેકોર્ડ સ્થાપ્યો છે, જોકે, પરસોતમ સોલંકી આ સિવાય અન્ય મોટા રેકોર્ડ માટે પણ જાણીતા છે. તેઓ ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સૌથી લાંબો સમય મંત્રી પદ ભોગવનાર નેતા છે. આજે હવે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. જે ભાજપ સરકારમાં સ્વ. કેશુભાઈ પટેલથી શરૂ કરી ભુપેન્દ્ર પટેલની સરકારમાં, એટલે કે દરેક મુખ્યમંત્રીની સરકારમાં મંત્રી પદે રહેવાનો રેકોર્ડ છે.! વર્ષ 1998થી ભાજપ સાથે હાથ મેળવી ઘોઘા અને હાલની ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી સતત ભાજપના ઉમેદવાર તરીકે તેઓ લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે.

Bhai's record of being a minister in the government of every BJP Chief Minister since 1998

આ બંને ક્રમ છેક 1998થી તૂટ્યા નથી.!, બીજો રેકોર્ડ પરસોતમભાઇના ખાતે એ રહ્યો છે કે, રાજયમાં કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીના કાર્યકાળ વાળી ભાજપ સરકારથી ભાઈનો મંત્રી પદનો દબદબો શરૂ થયો છે જે આજ સુધી જળવાઈ રહ્યો છે. વચ્ચે આનંદીબેન અને છેલ્લે ભુપેન્દ્ર પટેલની (પહેલી સરકાર)માં પરસોતમભાઇને પડતા મુકાયા હતા જે અપવાદને બાદ કરતાં ભાઈએ 98થી મંત્રીનો દબદબો ભોગવ્યો છે. જોકે, મંત્રી પદે હોય કે ન હોય તેમનો રૂઆબ હમેંશા ચાલ્યો છે.!! ભાજપના રાજમાં કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં પરસોતમ સોલંકી મંત્રી રહ્યા છે. છેલ્લે ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેમને સ્થાન મળ્યું ના હતું પરંતુ ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં હવે ભાઈને સ્થાન આપી દેવાયું છે. એટલે 98થી દરેક મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં ભાઈએ મંત્રી પદ શોભાવ્યું છે તેમ કહી શકાય.!

Advertisement
error: Content is protected !!