Palitana
પાલિતાણા ખાતર એનિમિયા મુક્ત ભારત T3 કેમ્પ યોજાયો

પવાર
પાલીતાણા તાલુકાની મહિલા કોલેજ, કન્યા વિધાલય અને કપાસી મહિલા કોલેજ દિકરી નુ ધર ખાતે આજે સરકારશ્રી દ્વારા એનેમીયા મુકત ભારત અંતર્ગત T3- ટેસ્ટ, ટ્રીટ અને ટોક કેમ્પ યોજાયો. જેમા કિશોરીઓને હિમોગ્લોબિન તપાસ બ્લડ ગૃપ તપાસ વજન,ઉંચાઇ, બી એમ આઇ તેમજ આભા કાર્ડ કાઢવામાં આવેલ ઓછુ હિમોગ્લોબિન ધરાવતી બહેનો ને આર્યન ફોલીક એસિડ (ફેરી) અને આલબેંડાઝોલ ટેબલેટ આપવામાં આવેલ.
આ કાર્યક્રમ માં જિલ્લા RCHO અધિકારી ડો.સોલંકી મેડમ તેમજ જિલ્લા ના અન્ય અધિકારી ઓ ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.દિપક મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ. આ પ્રોગ્રામ માં ટીમ હેલ્થ પાલીતાણા દ્વારા સુંદર કામગીરી કરી કેમ્પ ને સફળ બનાવવામાં આવેલ આ કેમ્પ ની માનનીય ડેપ્યુટી કલેકટર સાહેબશ્રી એ પણ મુલાકાત લીધેલ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ઉપ પ્રમુખશ્રી ધનશ્યામભાઇ શિહોરા,નુતનસિંહ ગોહિલ અને RCHO મેડમ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો