Connect with us

Palitana

પાલીતાણાના પીપળીયા ડુંગરમાંથી ચંદન ઘો સાથે ઝડપાયેલા શખ્સના કોર્ટે જામીન ના મંજૂર કર્યા

Published

on

court-denies-bail-to-man-caught-with-sandalwood-from-palitana-hill

વિશાલ સાગઠિયા

પાલીતાણાના ભંડારીયા ગામ આવેલ પીપળીયો ડુંગર વિસ્તારમાં માંથી એક ઈસમને જીવતી ચંદન ઘો સાથે ઝડપી લઇ વન વિભાગ દ્વારા કોર્ટમાં હાજર કરાતા જામીન ના મંજૂર કરી શખ્સને જેલ હવાલે કર્યા હતા. પાલીતાણા વન્યજીવ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા રાઉન્ડના ભંડારીયા બીટના વન રક્ષક પોતાના કાર્ય ક્ષેત્રમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેઓએ ખાનગી બાતમી મળતા બાતમી આધારે ભંડારીયા ગામના પીપળીયો ડુંગર વિસ્તારમાં તથા વાઘધારા ડુંગર વિસ્તાર તપાસ કરતા શખ્સ વનરાજ નૂરભાઈ પરમાર રહે, ભંડારીયા આ વિસ્તારમાં રોકી પૂછપરછ કરી તેને તપાસ કરતા શખ્સ પાસેથી જીવિત ચંદન ઘો મળી આવી હતી.

court-denies-bail-to-man-caught-with-sandalwood-from-palitana-hill

આ અંગે ઉપરોક્ત શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વનરાજ નરૂભાઈ પરમાર વિરુદ્ધ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972 અને સુધારા અધિનિયમ 2022, કલમ 2(1), 2(16), 2(36), 9, 39, 50, 51 અને 52 અન્વયે ગુન્હો નોંધ્યો હતો. આ અંગે ઇન્ચાર્જ આર.એફ.ઓ. બી.એમ.ચાવડા જણાવ્યું હતું કે, ભંડારીયા વિસ્તારમાં એક શખ્સને રોકી પૂછપરછ કરી તેને તપાસ કરતા શખ્સ પાસેથી જીવિત ચંદન ઘો મળી આવી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી, ઉપરોક્ત શખ્સને પાલીતાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાતા ઉપરોક્ત શખ્સના જામીન ના મંજૂર રાખી જિલ્લા જેલ ભાવનગર હવાલે સોંપી આપવામાં આવ્યો હતો.

error: Content is protected !!