Palitana
પાલિતાણા મંદિર વિવાદ લઈને જૈન આચાર્ય ભગવંતો અને હિન્દુ સાધુ સંતોની મહત્વની બેઠક મળી
મિલન કુવાડિયા
તમામ વિવાદોનો સુખદ અંત લાવવાના પ્રયાસો, બે કલાકથી વધુ સમય ચાલી બેઠક, શેત્રુંજય વિવાદ મામલે જૈન સાધુ ભગવંતો અને હિન્દુ સાધુ સંતો વચ્ચે વિવાદને લઈ થઈ ચર્ચાઓ
પાલિતાણા શેત્રુંજય વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જાય છે. આ વચ્ચે આજે જૈન સાધુ ભગવંતો અને હિન્દુ સાધુ સંતોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ મહત્વની ચર્ચા કરી હતી. બે કલાકથી વધારે સમય આ બેઠક ચાલી હતી. જે બાદ આસ્થાના સૌથી મોટા કેન્દ્ર પર સાધુ સંતો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિતાણામાં નીલકંઠ મંદિરના પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર મામલે વિવાદ ચાલી રહ્યો છે
આજની મળેલી મહત્વની બેઠકમાં સનાતનની સાધુ સંતો દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરનો સંપૂર્ણ વહીવટ કલેકટર દ્વારા કરવામાં આવે અને ત્યાં પૂજારી પણ મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. અને જૈન આચાર્યો અને સાધુ સંતો દ્વારા મંદિર વિવાદને લઈ શાંતિપૂર્ણ રીતે સુખદ અંત લાવવા નિર્ણયો લેવામાં આવ્યા છે. જૈન સમાજના ભાઈ મહારાજ, અને નિત્યાનંદસુરી મહારાજ, ઉદયકિર્તી મહારાજ સહિત જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આ બાજુ હિન્દૂ સમાજમાથી પણ મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. અને સર્વ સંમતિથી શાંતિપૂર્ણ રીતે નિર્ણય લેવામાં આવ્યા હતા..