Connect with us

Sihor

પ્રેમ કરી યુવતી ભારે પસ્તાઈ, પ્રેમીના અસહ્ય ત્રાસથી કંટાળી અંતે લીધી અભયમની શરણ

Published

on

after-falling-in-love-the-girl-suffered-a-lot-tired-of-the-unbearable-torture-of-her-lover-and-finally-took-shelter-of-abhayam

બરફવાળા

  • સિહોર પંથકમાં ચકચાર જગાવતો કિસ્સો, છેલ્લા ઘણા સમયથી પ્રેમી પીડિતાને હેરાન કરતો હતો, પીડિતાએ અભયમ 181નો સહારો લીધો, 181 ટીમે યુવકને કાયદાનું ભાન કરાવ્યું

અત્યારે યુવક અને યુવતીઓ જાણ્યા સમજ્યા વગર પ્રેમમાં પડી જતા હોય છે. અને પછી પાછળથી પસ્તાવવાનો વારો આવતો હોય એવા ઘાટ સર્જાતા હોય છે. અને ક્યારેક પ્રેમના કરુણ અંજામ પણ આવતા હોય છે. પ્રેમમાં નાસિપાસ થયેલા યુવક-યુવતીઓ આત્મહત્યા જેવું ગંભીર પગલું પણ ભરતા હોય છે. ત્યારે સિહોર પંથકના એક યુવતીને યુવક સાથે પ્રેમ કર્યા બાદ પસ્તાવાનો વારો આપ્યો હતો. ઘણા સમયથી પ્રેમ સંબંધ દરમિયાન યુવતીને તેના પ્રેમી દ્વારા ત્રાસ અને હેરાન કરવામાં આવતા યુવતીએ 181 અભયમની ટીમનું શરણું લીધું હતું. પીડિતાએ 181 અભયમની ટીમને જાણ કરતાં કાઉન્સિલર અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જ્યાં પીડિતાએ 181 અભયમની ટીમના કાઉન્સિલરને પોતાની સમસ્યા જણાવતા કહેલ તેનો પ્રેમી અવર નવર જગડો કરી ને તેને બ્લેમેઇલ કરે છે

after-falling-in-love-the-girl-suffered-a-lot-tired-of-the-unbearable-torture-of-her-lover-and-finally-took-shelter-of-abhayam

પ્રેમી સાથે યુવતી કોન્ટેક્ટમાં હતી તે વાત યુવતી નાં પરિવાર ને જાણ કરી દેશે તેવી ધમકી આપી ને યુવતીને હેરાન કરી બ્લેકમેઇલ કરી રહ્યો છે, ઉપરાંત પિડિતા સાથેનાં ફોટો બતાવી ધમકી આપતો કે જો પીડિતા સંબંધ નહી રાખે તો યુવતીના માતા પિતાને તે તમામ ફોટા મોકલશે. આવી જ રીતે રોજ યુવતીનો પીછો કરીને આ યુવક પીડિતાને માનસિક ત્રાસ આપતો હતો. અંતે યુવતીએ તે યુવકને પાઠ ભણાવવા માટે 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી. યુવકને 181 ટીમે ઘટનાસ્થળે બોલાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પીડિતાને હેરાન ન કરવા કડકાઈથી ચેતવણી આપી હતી. અને ફોટા અને વીડિયો હોય તે અત્યારે જ ડિલિટ કરવા જણાવ્યું હતું. યુવતી આ બાબતે આગળ કોઇ કાર્યવાહી કરવા માંગતી ન હોઈ અને યુવકે માફી માંગતા સમસ્યાનું નિરાકરણ કરી 181 ટીમે સમજાવેલ કાયદાકીય માહિતી આપી ને યુવતીને પરત તેના પરિવાર સોંપી યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું

error: Content is protected !!